દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓમાં ઓખલા વિધાનસભા મતવિસ્તારના આમ આદમી પાર્ટી (આપ)ના ઉમેદવાર અમાનતુલ્લાહ ખાને દિલ્હીના લોકોને તાજેતરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આપેલી સલાહનો ઉલ્લેખ કરીને શાહ સામે પ્રહાર કરતા જણાવ્યું કે ‘ઓખલાકી જનતાને કલંટ લગા દિયા’. અમિત શાહે એક રેલીમાં જણાવ્યું હતું કે એવા રોષમાં બટન દબાવો કે તેનો કરંટ શાહીન બાગમાં લાગે. ભાજપના નેતાઓએ દિલ્હીના ચૂંટણી પ્રચારમાં ગદ્દારો કો ગોલી મારો, ત્રાસવાદીઓ જેવા શબ્દોનો ઉલ્લેખ કર્યો હતો. અમાનતુલ્લાહ ખાને જણાવ્યું કે દિલ્હીની જનતાએ આજે ભાજપ અને અમિત શાહને કરંટ લગાવવાનું કામ કર્યું છે. આ કામની જીત થઇ  ે અને નફરતની હાર થઇ છે. તેમણે એવું પણ કહ્યું કે મેં નહીં જનતાએ રેકોર્ડ તોડ્યો છે.  તેમણે એવું પણ કહ્યું કે શાહીન બાગે ભાજપેને પરાજય આપ્યો છે. ભાજપે દિલ્હીની ચૂંટણીઓમાં  ભારત અને પાકિસ્તાનમાંથી પસંદગી કરવાનું લોકોને કહ્યું હતું.