(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૧
કાપોદ્રા સાગર સોસાયટીમાં ડીશ ટીવી ફિટ કરતી વખતે યુવાનને બાજુમાંથી પસાર થતી એચટી લાઈનનો કરંટ લાગતા ગંભીર રીતે દાઝી ગયો હતો. યુવાનને ૧૦૮ દ્વારા સારવાર માટે સ્મીમેર હોસિપટલ ખસેડાયો હતો.
કાપોદ્રા સાગર સોસાયટી વિભાગ-૪ પ્લોટ નં. સી-૯૭માં એક યુવાન મીટર પેટીમાં ચોટી ગયો છે. આ બનાવની જાણ થતા જ ફાયર ઓફિસરવાળા સ્ટાફ સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. ફાયર સ્ટાફ સ્થળ ઉપર પહોંચે તે પહેલાં ૧૦૮ની ટીમ દાઝી ગયેલ યુવાનને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગઈ હતી. ઘટના સ્થળેથી મળતી માહિતી મુજબ મકાન માલિક ભરતભાઈ નાગજીભાઈ પોતાના ઘરે ડિશટીવી મંગાવી હતી. ડિશ ટીવી ફિટીંગ કરનાર કિરીટભાઈને બાજુમાંથી પસાર થતી હાઈટેન્શન લાઈનના સંપર્કમાં આવતા કરંટ લાગ્યો હતો. કિરીટભાઈને એટલો જબરદસ્ત કરંટ લાગ્યુ કે તેઓ મીટરપેટી સાથે ચોટી ગયા હતા. સ્થળ ઉપર હાજર લોકોએ કિરીટભાઈ બચાવી લીધો હતો. પરંતુ આખા શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા. ૧૦૮ની ટીમ કિરીટભાઈ (ઉ.વ. ૩૫)ને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગઈ હતી.