(સંવાદદાતા દ્વારા) આમોદ, તા.૭
કરંટ લાગવાથી મોત પામેલા વાસણા ગામના ત્રણ યુવાનોને આર્થિક સહાય આપવા બાબતે આમોદ શહેર કોંગ્રેસ તથા યુથ કોંગ્રેસે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે.
આમોદ નગર તથા પંથકમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બેદરકારીને કારણે સામાન્ય નાગરિકોને ભયના ઓથાર હેઠળ રહેવું પડે છે. કારણ કે વીજ કંપની દ્વારા વખતો વખત મેઈન્ટેનન્સ કરવામાં આવતું ન હોય અને કેટલીય જગ્યાઓ ઉપર વીજપોલ નમેલા હોય છે. ઉપરાંત વીજ ટ્રાન્સફોર્મર પણ અનેક શાળાઓ તથા ટ્રાફિક વિસ્તારમાં ખુલ્લા રાખવામાં ગંભીર બેદરકારીના કારણે ક્યારેક નિર્દોષ બાળકો તથા સામાન્ય નાગરિક તેમજ પશુઓ ભોગ બને તેવી સ્થિતિમાં કોઈ વીજ કંપની દ્વારા વખતો વખત મેઈન્ટેનન્સ કરવામાં આવે તેવી અમારી માંગણી છે.
આ ઉપરાંત વીજ કંપનીની ગંભીર બેદરકારી અને વખતો વખત મેઈન્ટેનન્સ કરવાને કારણે આમોદ તાલુકાના વેડચા ગામે વાસણા ગામના ત્રણ જુવાનજોધ યુવાનોનાં મૃત્યુ થયા હતા અને તેમના પરિવારમાં તે કમાનાર મુખ્ય વ્યક્તિ હતા. જેથી તેમના પરિવારજનોને વીજકંપની દ્વારા આર્થિક સહાય આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
તો બીજી તરફ છાશવારે બનતી ઘટનાઓ સામે કોઈ જ વળતર આપવમાં આવતું નથી અને વેડચા ગામે બનેલ ઘટનામાં ત્રણેય યુવાનોના પરિવારને યોગ્ય વળતર આપવામાં આવે અને ડી.જી.વી.સી.એલ.ના લાગતા વળગતા અધિકારીઓ સામે કયદેસરના પગલાં ભરવામાં આવે તેમજ આ ઘટનામાં આજદિન સુધી કોઈ જ એફ.આઈ.આર આમોદ પોલીસ મથકે નોંધાવા પામી નથી. જે સામે એફ.આર.આઈ. નોંધવામાં આવે એવી આમોદ-જંબુસર વિધાનસભા યુવા કોંગ્રેસે માંગ સાથે આમોદ મામલતદારને આવેદન આપી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી.જંબુસર-આમોદ વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખ કિતિરાજસિંહ ગોહિલની આગેવાનીમાં મૃતક પરિવારજનોને ન્યાય મળી રહે અને યોગ્ય વળતર મળી રહે તે માટે આમોદ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યું હતું જેમાં આગેવાન મેહબુબકાકુજી, મહેન્દ્ર દેસાઇ, સાજુરાણા, યુવા ઉપપ્રમુખ ઇરફાન પટેલ, શકીલ કાપડીયા રોહીતમાછી, અનીલ વસાવા, મુકેશવસાવા કનુસોલંકી જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંજય સોલંકી, પ્રભુદાસ મકવાણા જોડાયા હતા.