લંડન,તા.૧૧
ઇંગ્લેન્ડના ફુટબોલ ક્લબ ચેલ્સીએ એથલેટીક બિલબાઓના ગોલ કિપર અરિજાબલાગાની સાથે ૬.૨ અરબ રૂપિયાનો કરાર કર્યો છે. સ્પેનના કેપાએ આ ખેલાડીને સાત વર્ષ માટે પોતાની ટીમ સાથે જોઇન કર્યો છે.
આ કરાર થતાની સાથે જ કેપા વિશ્વનો સૌથી મોંઘો ગોલકિપર બની ચૂક્યો છે. આ પહેલા લિવરપુર દ્વારા ખરીદાયેલો ગોલકિપર એલિસન બેકર દુનિયાનો સૌથી મોંઘો ગોલકિપર હતો, જેને ૫.૭ અરબ રૂપિયામાં ખરીદવામાં આવેલ હતો.
આ વિશે કેપાએ કહ્યું કે, આ મારા માટે અને મારા કરિયર માટે ખૂબ જ મહત્વપૂર્ણ વાત છે. આ કલ્બમાં કેટલાક મહત્વના ખેલાડીઓ અને પારિતોષિકો છે.હું આ વાતથી ઘણો જ ખુશ છું કે ચેલ્સીએ મારા પર વિશ્વાસ રાખ્યો અને મને ગોલકિપરનું સ્થાન આપ્યું.
થિબોર્ટ કોર્ટોઇસ રિયાલ મેડ્રિડ સાથે જોડાતા કેપા ચેલ્સીમાં તેની જગ્યા લેશે. બેલ્ઝયમના કોર્ટોઇસને આ વર્ષે થયેલા ફીફા વર્લ્ડ કપમાં સર્વશ્રેષ્ઠ ગોલકિપર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. જે માટે તેને ગોલ્ડન ગ્લવ એર્વોડ પણ મળેલો હતો.
કેપા માન્ચેસ્ટર માટે રમનાર ડેવિડ ડે હયા બાદ બીજો ગોલકિપર છે. આ સિવાય તે એથલેટિક બિલબાવો માટે ૫૩ મેચ પણ રમી ચૂક્યો છે.
ઈંગ્લેન્ડના ફૂટબોલ ક્લબે ગોલકિપર કેપા સાથે ૬.૨ અરબનો કરાર કર્યો

Recent Comments