નવી દિલ્હી, તા.૧૩
કોલંબિયા વિરૂદ્ધ ગત મેચમાં થોડું સારૂં પ્રદર્શન કરી આશા જગાડનારી ભારતીય ટીમે ઘાનાના કેપ્ટન એરીક અયાહ અને તેના દમદાર સાથીઓ સામે ધરાશાયી થઈ ગઈ અને આફ્રિકન ટીમે એકતરફી મુકાબલામાં ૪-૦થી વિજય મેળવી ફીફા અન્ડર-૧૭ વિશ્વકપની પ્રી ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો. ધાના તરફથી એરિક અયાહે (૪૩મી અને પરમી મિનિટમાં) બે જ્યારે રિકોર્ડો ડાન્સો (૬૬મી) અને ઈમાનુયલ ટોકુ (૮૭મી મિનિટ)એ એક એક ગોલ કર્યો. મેચ બાદ ભારતીય ખેલાડીઓ ખાસ કરીને ધીરજસિંહની આંખોમાં સાસુ હતા. જેણે અમુક સારો બચાવ કર્યો. ભારત ત્રણેય મેચ હારીને ટુર્નામેન્ટની બહાર થઈ ગયું છે. ગત મેચમાંં કોલંબિયા વિરૂદ્ધ સારૂં પ્રદર્શન કર્યા બાદ ભારત પાસે સારા પ્રદર્શનની આશા બંધાઈ હતી પણ બે વખતના ચેમ્પિયન ઘાના તેનાથી રમતના દરેક ક્ષેત્રમાં ટોચનું સાબિત થયું.

અમેરિકાને હરાવી કોલંબિયા અંતિમ ૧૬મા

કોલંબિયાએ ટોચના સ્થાને ચાલી રહેલા અમેરિકા વિરૂદ્ધ વર્ચસ્વ બનાવતા ફીફા અન્ડર-૧૭ વિશ્વકપમાં પોતાના ગ્રુપની મેચમાં ૩-૧ની જીત સાથે પ્રીક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું છે. આ પહેલાં ભારતને ૩-૦ અને ઘાનાને ૧-૦થી હરાવનારા અમેરિકાની ટુર્નામેન્ટમાં પ્રથમ હાર છે.