(એજન્સી) નવી દિલ્હી, તા.ર૦
કેરળમાં આવેલ ભયંકર પૂર મુદ્દે સોશિયલ મીડિયા પર અસંવેદનશીલ ટિપ્પણી કરવા બદલ ગલ્ફ કંપની લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલે વ્યક્તિને બરતરફ કર્યા છે. ઓમાનમાં કંપનીની શાખામાં કેશિયર તરીકે કામ કરતાં રાહુલ ચેરૂ પલાયટ્ટુને કંપનીને પાઠવેલ નોટિસમાં લખ્યું છે કે, ભારતના કેરળમાં હાલની પૂરની પરિસ્થિતિ અંગે સોશિયલ મીડિયા પર અસંવેદનશીલ અને અપમાનજનક ટિપ્પણી કરવા બદલ તમારી સેવાઓને રદ કરવામાં આવે છે. તમને તમામ અધિકૃત જવાબદારીને તાત્કાલિક ધોરણે સંચાલકને સોંપવા સૂચન કરવામાં આવે છે. પલાયટ્ટુએ ઘટનાની ગંભીરતા જોતાં માફી માંગી હતી પરંતુ તેમણે નોકરી તો ગુમાવવી જ પડી હતી. આ મુદ્દે લોકો કંપનીની પ્રશંસા કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, લુલુ ગ્રુપના માલિક યુસુફ અલીએ ૯.ર મિલિયન યુએઈ દિરહમનું દાન કેરળના રાહત અભિયાનમાં કર્યું છે.