(એજન્સી) તા.૩૦
ભડકાઉ ભાષણનો પ્રચાર કરતા વીડિયોના સંદર્ભમાં પીજીઆરએ કન્વિનર એરેન્દ્રો લેઇકોમ્બામની ધરપકડ કરવામાં આવી હતી. પીપલ્સ જસ્ટીસ એન્ડ રીસર્જન્સ એલાઇન્સ(પીજેઆરએ)ના કન્વિનર એરેન્દ્રો બાકીના ભારતમાં ૨૬ મે,ના રોજ ઇમ્ફાલમાંથી ધરપકડ કરાયેલ શાંતિ કર્મશીલ ઇરોમ શર્મિલા દ્વારા લોંચ કરવામાં આવેલ રાજકીય પક્ષ તરીકે વધુ સારી રીતે ઓળખાય છે.
અહેવાલો અનુસાર એરેન્દ્રો હાર્વર્ડ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે કે જેમણે ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી લડી હતી પરંતુ તેમાં તેમનો પરાજય થયો હતો અને વાઇરલ બનેલ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલ વીડિયો પાછો ખેંચવાનો ઇનકાર કરવા બદલ ઇમ્ફાલ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ વીડિયોમાં કેટલાક બિહારી યુવાનો દ્વારા મણિપુરી વિરુદ્ધ તેમના પર હુમલો કરવાની ધમકી આપતા ભડકાઉ ભાષણ આ વીડિયોમાં છે. વીડિયો શેર કરતા એરેન્દ્રોએ લખ્યું હતું કે રાજ્યની ક્રાઇમ બ્રાંચે મુખ્ય પ્રધાન વિરેનસિંહના પુત્રની હત્યા કરવાની ધમકી આપનાર શખ્સની તાબડતોબ ધરપકડ કરી હતી પરંતુ મણિપુરીઓને મારી નાખવાની ધમકી આપનારાઓની પોલીસ દ્વારા હજુ સુધી કોઇ ધરપકડ કરવામાં આવતી નથી. તેમણે ફેસબુક પર લખ્યું હતું કે પોલીસ દ્વારા ફેક વોર્નિંગના પગલે સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલ ભડકાઉ વીડિયો હટાવવામાં આવ્યો નથી કે રદ કરવામાં આવ્યો નથી અને હું તેવું કરવા ઇનકાર કરુ છું. વીડિયો સ્વયં તેમની માનસિકતા અંગે બોલે છે પોલીસ મણીપુરીઓને ધમકી આપનારની ક્ેમ ધરપકડ કરી નથી ? આ વીડિયોએ મણીપુરમાં ભારે લોકાક્રોશ ભડકાવ્યો છે. રાજ્ય પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી છે અને વીડિયો સરક્યુલેટ કરવા બદલ ઓછામાં ઓછા ૬ લોકોની ધરપકડ કરી છે. દરમિયાન ત્રિપુરામાં ભાજપની સરકારે રાજ્ય પોલીસ સેવામાં મહિલાઓ માટે ૧૦ ટકા જગ્યા અનામત રાખવાનો નિર્ણય કર્યો છે કે જેથી મહિલાઓ વિરુદ્ધના અપરાધો અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરી શકાય.