જામનગર, તા.૧૧
જામનગરની ગુરુ ગોવિંદસિંઘ (જી.જી.) હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટર પેઢી મારફત કામ કરતા હાઉસીંગ કંપનીના કર્મચારીઓને ચારેક માસથી પગાર ચુકવાયો નહીં હોવાથી આજથી કર્મચારીઓએ હડતાલ શરુ કરી હતી.
જામનગરની જી.જી. હોસ્પિટલમાં હાઉસ કિપીંગ માટે રાજકોટની બંસી એન્ટરપ્રાઈઝને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ પેઢીનું કામકાજ સ્થાનિક પાર્ટીએ સંભાળ્યું હતું. પરંતુ કર્મચારીઓને છેલ્લા ૩થી ૪ માસથી પગાર આપવામાં નહીં આવતા આજે ૫૦થી વધુ કર્મચારીઓએ હડતાલ શરુ કરી હતી તથા ધરણાં, સૂત્રોચ્ચાર કર્યા હતા. આખરે કામદારોનો પ્રશ્નોના ઉકેલ માટે રાજ્ય સરકારના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પોતાના પ્રતિનિધિને સ્થળ ઉપર મોકલ્યા હતા. જ્યાં કામદારોએ પોતાની માંગણીને રજૂ કરી આવેદનપત્ર પાઠવ્યું હતું. કર્મચારીએ પોતાના પગાર મુદ્દે હોસ્પિટલના તબીબી અધિક્ષક સમક્ષ પણ રજુઆત કરી હતી. પરંતુ હજુ સુધી તેમને પગાર ચૂકવાયો નથી.