(એજન્સી) તા.૭
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ તેમના પર ભ્રષ્ટાચારના ખોટા આક્ષેપો લગાવવા બદલ ભારતીય જનતા પાર્ટી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ અને મુખ્યમંત્રી પદના ઉમેદવાર યેદિયુરપ્પા પર માનહાનિનો કેસ કરી દીધો હતો. સિદ્ધારમૈયાએ જાહેરમાં માફીની માગણી કરી હતી અથવા ૧૦૦ કરોડના માનહાનિના દાવાનો સામનો કરવા કહ્યું હતું. વડાપ્રધાને ફેબ્રુઆરીમાં બેંગ્લુરૂમાં આયોજિત એક રેલીમાં સિદ્ધારમૈયા સરકારને ૧૦ ટકા સરકાર કહી હતી, વડાપ્રધાને આરોપ લગાવ્યો હતો કે કોઈપણ કામ માટે કર્ણાટક સરકારને ૧૦ ટકા કમિશન આપવું પડે છે. ગયા મહિને મોદીએ અન્ય આક્ષેપ કર્યો કે સિદ્ધારમૈયા સરકારે વ્યાપાર કરવામાં સરળતા નથી કરી પરંતુ હત્યા કરવામાં સરળતા કરી છે. સિદ્ધારમૈયાએ આપેલી માનહાનિના દાવાની નોટિસમાં આ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ભાજપે મીડિયામાં સિદ્ધા સરકારા શીષર્ક હેઠળ જે જાહેરાતો આપી છે તેમાં ખોટી જાણકારી છે અને તે સિદ્ધારમૈયાના ચરિત્ર પર કરવામાં આવેલા આક્ષેપો છે. આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, આ બધા આરોપો જુઠા અને ઉપજાવેલા છે તેમજ તેમાં કોઈ સત્ય નથી. આ આરોપો મારા અશ્લીલને બદનામ કરવા માટે અને જનતાની નજરોમાં રહેલી તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના દ્વેષપૂર્ણ ઈરાદાથી લગાવવામાં આવ્યા છે. આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, આરોપીઓએ આઈપીસીની ધારા ૪૯૯, પ૦૦, પ૦૧ અને પ૦ર હેઠળ બદનક્ષી અને અપરાધ કર્યો છે.