(એજન્સી) બેંગ્લોર, તા. ૨
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર વળતો આક્ષેપ કરતાં એવું કહ્યું કે કર્ણાટકમાં ચૂંટણીઓ પહેલા અમિત શાહ કોમી અંશાતિ પેદા કરી રહ્યાં છે. કર્ણાટકમાં ૨૦૧૮ ના એપ્રિલમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે. બેંગ્લોરથી ૨૦ કિમી દૂર કોગ્રેસના એક સંમેલનને સંબોધિત કરી રહેલા મુખ્યમંત્રીએ એવો આક્ષેપ કર્યો કે અમિત શાહની રાજ્યની તાજેતરની એક મુલાકાત દરમિયાન પાર્ટી કાર્યકરોએ રાજ્યમાં કોમી અંશાંતિ પેદા કરીને રાજ્યની સત્તા હસ્તગત કરવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે કર્ણાટકની તાજેતરની એક મુલાકાત દરમિયાન શાહે મેસૂરના સાંસદ પ્રતાપ સિમહાને એ વાતે ઝાટકણી કાઢી હતી કે તેઓ વધારે સક્રિય નથી તેમને જણાવ્યું હતું કે તેઓ કેટલી વાર જેલ ગયાં છે, તેમણે કેટલા વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો છે અને તેમણે કોમી હિંસાની ઉશ્કેરણી કરતી કેટલી ઘટનાઓમાં ભાગ લીધો.બીએસ યેદિરપ્પાનો ઉગ્ર વાંધો ઉઠાવતાં મુખ્યમંત્રીએ તેમને શરમજનક ગણાવ્યાં. તેમણે કહ્યું કે અમિત શાહ જ્યારે ગુજરાતના ગૃહમંત્રી હતા ત્યારે હત્યાના આરોપસર તેઓ પણ જેલમાં ગયાં હતા. પરંતુ ગુનાહિત ઈતિહાસ ધરાવતા આવા નેતાઓ મારી સામે પાયાવિહોણા આક્ષેપો કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે હું ગર્વ સાથે કહી શકું છે કે મારી સરકારના શાસનમાં એક પણ કોભાંડ બહાર આવ્યું નથી ચૂંટણી ઢંઢેરામાં કરવામાં આવેલી ૧૬૫ ખાતરીઓમાંથી ૧૫૫ વચનોને પૂરા કર્યાં છએ. હું કર્ણાટકના લોકોની નાડ પારખું છું. સિદ્ધારમૈયાએ આગ્રહપૂર્વક કહ્યું કે રાજ્યમાં ફરી વાર કોંગ્રેસનું શાસન આવશે.