બેંગ્લુરૂ, તા. ૫
ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ બાદ ઇવીએમની વિશ્વસનીયતા સામે સવાલો ઉઠ્યા બાદ કર્ણાટકના ઇન્ફોર્મેશન ટેકનોલોજી તથા પર્યટન મંત્રી પ્રિયાંક ખડગેએ ચૂંટણી પંચને પત્ર લખી ઇવીએમને હેક કરવાનો પડકાર આપતા કહ્યું કે, મશીનમાં ચેડાંના દાવાને સાબિત કરવા માટે હેકાથોન કરવામાં આવે. ઉલ્લેખનીય છેકે, રાજ્યમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે અને ચૂંટણીના કેટલાક મહિના પહેલા જ આ પત્ર લખવામાં આવ્યો છે. પ્રિયાંક ખડગેએ ટિ્વટર પર પત્ર શેર કર્યો છે જેમાં લખ્યું છે કે, પાછલા કેટલાક વર્ષોમાં ઘણા લોકોએ મોટાપાયે ઇવીએમના ઉપયોગ સામે ટેકનિકલ શંકા દર્શાવી છે અને ચૂંટણીમાં ઉમેદવારોને લાભ પહોંચાડવા માટે તેની સાથે ટેકનીકલ રીતે સમજૂતી કરવાની સંભાવનાઓ છે. ખડગેએ કહ્યું કે, હું કર્ણાટક સરકાર અને ચૂંટણી પંચ દ્વારા સંયુક્ત રીતે આયોજિત એક ઇવીએમ હેકાથોનની યજમાની કરવાનો પ્રસ્તાવ રજૂ કરી રહ્યો છંું જેમાં ફક્ત રાજકીય પક્ષો જ નહીં પરંતુ ટેકનિકલ સમુદાય, વૈજ્ઞાનિકો, કોર્પેરેટ્સ, આરએન્ડડી સંસ્થાનો, સ્ટાર્ટ અપ અને ટિંકરર જેવા વૈજ્ઞાનિક સમુદાયના મહત્વપૂર્ણ લોકોને આમંત્રિત કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે પાછલા વર્ષે ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા, મણિપુર વિધાનસભા ચૂંટણીઓ બાદ તમામ વિપક્ષી દળો તરફથી ઇવીએમની પારદર્શિતા સામે સવાલો ઉઠાવાયા હતા. ત્યારબાદ ઇવીએમ પર હજુ સુધી ધમસાણ ચાલુ છે. ગુજરાતની વિધાનસભા ચુંટણીઓ બાદ પણ મોટાપાયે ઇવીએમની વિશ્વસનીયતા સામે સવાલો ઉભા થયા હતા. પાછલા દિવસોમાંજનતા કા રિપોર્ટરના ખુલાસામાં જાણવા મળ્યું હતું કે, ૨૦,૦૦૦ કરોડના ગેસ કૌભાંડના લાભાર્થીઓને અમેરિકી કંપની સાથે જોડવામાં આવી શકે જે ભારતીય ઇવીએમ માટે માઇક્રોચિપ્સ બનાવી રહી છે. રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો હતો કે, વિદેશી નિર્માતાઓ દ્વારા માઇક્રોચિપ્સ સાથે છેડછાડની સંભાવના કેવી રીતે શક્ય છે. ખડગેનો આ અનુરોધ રાજ્યના મુખ્યમંત્રીના એવી નિવેદન બાદ આવ્યો છે જેમાં સિદ્ધરમૈયાએ પોતે ઇવીએમની પારદર્શિતા સામે સવાલો ઉભા કર્યા છે. સિદ્ધરમૈયાએ કહ્યું હતું કે, આગામી વિધાનસભા ચૂંટણી દરમિયાન મતપત્રોને ઉપયોગ થવો જોઇએ. સિદ્ધરમૈયાએ ચિંતા વ્યક્ત કરી હતી કે, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન સાથે ચેંડા થઇ શકે છે.
પાછલા વર્ષે રાયચૂરમાં મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, આ ભલે નિષ્પક્ષ બંધારણીય સંસ્થા છે પરંતુ ચૂંટણી કમિશનરની પસંદગી કેન્દ્ર સરકાર કરે છે. અમારી માગ જુની મત પ્રલાણી સ્થાપવાની છે. તેમાં કોઇને શુંવાંધો હોઇ શકે ? આ માગ ઉત્તરપ્રદેશની ચૂંટણી બાદ માયાવતી જેવા નેતાઓએ પણ કરી છે. દરમિયાન ચૂંટણી પંચે કહ્યું છે કે, વિધાનસભા ચૂંટણીમાં ઓછામાં ઓછા ૮,૦૦૦ ઇવીએમના મોટા પ્રદર્શનનું આયોજન છે. કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારી સંજીવ કુમારે કહ્યું છે કે, કર્ણાટકમાં ઉપયોગમાં લેવાનારા મશીનો નિયમિત ઇવીએમના એક તાત્કાલિક સંસ્કરણ છે.
કર્ણાટકના મંત્રીએ ઇવીએમને પડકારવા ચૂંટણી પંચને પત્ર લખ્યો

Recent Comments