(એજન્સી) માદાપુરા, તા.૧
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાના ધારાસભ્ય પુત્ર બી.વાય. રાઘવેન્દ્રની એસ.યુ.વી. ગાડીથી કચડાઈને એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. ઘટના વખતે રાઘવેન્દ્ર ગાડીમાં બેઠેલા હતા. પોલીસે આ કેસમાં એફઆઈઆર દાખલ કરી છે. મામલાની તપાસ થઈ રહી છે. ઘટના કર્ણાટકના હોનલિના વિસ્તારમાં આવેલ માદાપુરમાં બની હતી. મૃતક યુવકની ઓળખ સુરેશના રૂપમાં થઈ છે જે માદાપુરાનો રહેવાસી છે. જાણકારી અનુસાર રાઘવેન્દ્ર પોતાની એસયુવી કારથી શિકારીપુરા જઈ રહ્યા હતા અન ગાડીની સ્પીડ પણ વધારે હતી.
આ દરમ્યાન સુરેશ રિક્ષામાંથી ઉતર્યો જ હતો કે તે ઝડપથી આવી રહેલી કારની ઝપેટમાં આવી ગયો. સુરેશનું ઘટના સ્થળ પર જ મોત થયું હતંુ. પોલીસના ત્યાં પહોંચતા સુધી વિધાયક રાઘવેન્દ્ર ઘટના સ્થળ પર હાજર રહ્યા. પોલીસે શબને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધું. ઘાયલ રાઘવેન્દ્રએ ફોન પર વાત કરતાં પોતાના પરિચિતને જણાવ્યું કે રિક્ષામાંથી ઉતરીને ગાડી ખૂબ જ સ્પીડમાં હતી જેના કારણે ડ્રાઈવર કંટ્રોલ નહીં કરી શક્યો અને યુવકનું મોત નિપજ્યું હતું. આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે અને આ મામલાની તપાસ થઈ રહી છે.