(એજન્સી) બેંગ્લુરુ, તા. ૧૧
કર્ણાટક વિધાનસભાના સ્પીકર કેઆર રમેશે ગુરૂવારે સ્પષ્ટતા કરી હતી કે, કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારના બળવાખોર ધારાસભ્યો દ્વારા અપાયેલા રાજીનામાની ચકાસણી કરવાની જરૂર છે અને કહ્યું હતું કે, તે યથાર્થ છે તે ચકાસવું પડશે. ધારાસભ્યો સાથે આશરે એક કલાક બેઠક બાદ મીડિયાને સંબોધતા રમેશકુમારે જણાવ્યું હતું કે, ધારાસભ્યોના રાજીનામાની પ્રક્રિયામાં વિલંબ કરવાના અહેવાલોથી તેઓ દુઃખી છે સાથે જ એવું પણ કહ્યું હતું કે કોઇને બચાવવાની જવાબદારી મારી નથી. દરમિયાન સુપ્રીમ કોર્ટે વિધાનસભાના સ્પીકરને આજે બળવાખોર કોંગ્રેસ-જેડીએસ ધારાસભ્યોની અરજી પર નિર્ણય લેવા જણાવ્યું અને સુપ્રીમનો ઓર્ડર આવ્યા પછી સ્પીકરે પણ સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. કર્ણાટકના સ્પીકર રમેશ કુમારે પોતાના હાથ અધ્ધર કરતા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. સ્પીકરે કોર્ટમાંથી બળવાખોર ધારાસભ્યોના રાજીનામા મામલે નિર્ણય લેવા વધુ સમય માંગ્યો છે. જો કે, સુપ્રીમ કોર્ટે તેમની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવા ઇન્કાર કરી દીધો હતો.
સ્પીકર રમેશ કુમારે તેમની અરજીમાં સર્વોચ્ચ ન્યાયાલયને જણાવ્યું કે, મારે ધારાસભ્યોના રાજીનામાની તપાસ કરવી પડશે. મને એ જોવાનું છે કે રાજીનામું પોતાનો નિર્ણય છે કે, કોઈના ભયથી આપવામાં આવ્યું છે. એક રાતમા નિર્ણય ના લઈ શકાય. આના પર, સુપ્રીમ કોર્ટે કહ્યું, સવારમાં કેસની સુનાવણી કાલે (શુક્રવારે) કરવાનો નિર્ણય લેવાયો છે. ગુરુવારે આ કેસની સુનાવણીમાં કોર્ટે આદેશ આપ્યો હતો કે, રાજીનામા અંગે સ્પીકરને આજે નિર્ણય લેવો જોઈએ. કોર્ટે ધારાસભ્યોને સાંજના છ વાગ્યા સુધી સ્પીકર સમક્ષ રજૂ થવા જણાવ્યું હતું. કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી કુમારસ્વામીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, તેમની સરકાર સંઘર્ષ કરશે અને તેમની પાસે યોગ્ય સંખ્યામાં ધારાસભ્ય છે. પાછળ વળવાનો પ્રશ્ર જ નથી. મારે અત્યારે રાજીનામું આપવાની શું જરૂર છે.
કુમારસ્વામીએ જણાવ્યું હતું કે, ૨૦૦૯-૧૦માં જ્યારે યેદિયુરપ્પા મુખ્યમંત્રી હતા ત્યારે ૮ મંત્રીઓ તેમની વિરુદ્ધ હતા. છેલ્લે શું થયું. યેદિયુરપ્પાએ રાજીનામું આપ્યું નહતું. બુધવારે રાત્રે એવા અહેવાલ સામે આવ્યા હતા કે કુમારસ્વામી ગુરૂવારે કેબિનેટ મીટિંગ બોલાવી છે અને તેઓ રાજીનામું આપવાની તૈયારી કરી રહ્યા છે. અગાઉ જેડીએસના પ્રમુખ અને પૂર્વ વડાપ્રધાન દેવગૌડાએ જણાવ્યું હતું કે, હાલની સ્થિતિ કટોકટી કરતા પણ ખરાબ છે. ભાજપ કોઇપણ ભોગે દક્ષિણના રાજ્યમાં સત્તા પર આવવા માગે છે. જ્યારથી કુમારસ્વામીએ કોંગ્રેસના સમર્થનથી મુખ્યમંત્રી પદ સંભાળ્યું છે ત્યારથી રાજ્યના ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પા અમારા ધારાસભ્યોને તોડવાના પ્રયાસ કરી રહ્યા છે. કર્ણાટકનું રાજકીય નાટક હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું છે. સુપ્રીમ કોર્ટે વિધાનસભાના સ્પીકરને આજે બળવાખોર કોંગ્રેસ-જેડીએસ ધારાસભ્યોની અરજી પર નિર્ણય લેવા જણાવ્યું અને સુપ્રીમનો ઓર્ડર આવ્યા પછી સ્પીકરે પણ સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. કર્ણાટકના સ્પીકર રમેશ કુમારે પોતાના હાથ અધ્ધર કરતા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. સ્પીકરે કોર્ટમાંથી બળવાખોર ધારાસભ્યોના રાજીનામા મામલે નિર્ણય લેવા વધુ સમય માંગ્યો છે. જો કે, સુપ્રીમ કોર્ટે તેમની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવા ઇન્કાર કરી દીધો હતો. સ્પીકર રમેશ કુમારે તેમની અરજીમાં સર્વોચ્ચ ન્યાયાલયને જણાવ્યું કે, મારે ધારાસભ્યોના રાજીનામાની તપાસ કરવી પડશે. મારે એ જોવાનું છે કે રાજીનામું પોતાનો નિર્ણય છે કે, કોઈના ભયથી આપવામાં આવ્યું છે. એક રાતમા નિર્ણય ના લઈ શકાય. આના પર, સુપ્રીમ કોર્ટે કહ્યું, સવારમાં કેસની સુનાવણી કાલે (શુક્રવારે) કરવાનો નિર્ણય લેવાયો છે. ગુરુવારે આ કેસની સુનાવણીમાં કોર્ટે આદેશ આપ્યો હતો કે, રાજીનામા અંગે સ્પીકરને આજે નિર્ણય લેવો જોઈએ. કોર્ટે ધારાસભ્યોને સાંજના છ વાગ્યા સુધી સ્પીકર સમક્ષ રજૂ થવા જણાવ્યું હતું.