(એજન્સી) બેંગ્લુરૂ, તા. ૪
કોંગ્રેસ અને જેડીએસના ચર્ચાસ્પદ ગઠબંધન મૈત્રીપૂર્ણ સહમતી સાથે લગભગ તમામ ઉમેદવારોને મેદાનમાં ઉતારતા નગર નિગમની ચૂંટણીઓમાં કુલ ૨૬૬૨ બેઠકોમાંથી ૧૩૫૭ બેઠકો મેળવી લીધી છે. જોકે, ચૂંટણી પહેલા આ ગઠબંધન સામે દરેક પાર્ટીના અલગ ઉમેદવારો અંગે સવાલો ઉભા થવા પામ્યા હતા. પરિણામે દર્શાવ્યું કે, ગઠબંધનને કારણે કોંગ્રેસ નબળી નથી પડી પણ મજબૂત બનીને બહાર આવી છે. કુલ ૨૭૦૯ બેઠકોમાંથી જાહેર થયેલા ૨૬૨૮ બેઠકોના પરિણામમાં કોંગ્રેસને ૯૮૨, ભાજપને ૯૨૯ અને જેડીએસને ૩૭૫ બેઠકો પર જીત મળી છે. બીજી તરફ અપક્ષોએ ૩૨૯ બેઠકો પર જીત મેેળવી છે. ભાજપે સિમોગામાં જીત મેળવી લીધી હતી એ મૈસૂર તથા તુમકુર નગરમાં પણ ભાજપે લીડ જાળવી રાખી હતી. ઉલ્લેખનીય છે કે, ૩૧મી ઓગસ્ટે સમગ્ર કર્ણાટકમાં ૧૦૨ નગર નિગમોની ચૂંંટણીઓ યોજવામાં આવી હતી. કુલ બેઠકોમાંથી સિટી કોર્પોરેશનની ૨૯, ૫૩ નગર કોર્પોરેશન અને ૨૩ નગર પંચાયતની ચૂંટણીઓ યોજાઇ હતી. આ ઉપરાંત રાજ્યના ત્રણ મોટા શહેરોના ૧૩૫ વોર્ડનો પણ સમાવેશ થાય છે.
કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધને કુલ ૧૩૬૬ બેઠકો જીતતા શહેરી નગર નિગમોમાં ભાજપ પાસેથી સ્પષ્ટ રીતે સત્તા છીનવી લીધી છે. કર્ણાટક ભાજપના અધ્યક્ષ બીએસ યેદીયુરપ્પાએ કહ્યું કે, આ પરિણામો કરતા પાર્ટી સારા પરિણામ મેળવશે તેવી અમને આશા હતી. આ પરિણામો કોઇ ભવિષ્યના પરિણામો માટે સંકેત સમાન નથી જેમાં ખાસ કરીને લોકસભાનો સમાવેશ થાય છે જ્યાં ભાજપ મોટો વિજય મેળવશે. કોંગ્રેસ બેલ્લારી, બિદર, ગાગડ, હાવેરી, કોપ્પલ, મૈસૂર, રાઇચૂર, ઉત્તર કન્નડ અને યાદગીરમાં આગળ હતી. જેડીએસ હાસન અને માંડ્યામાં સરસાઇ મેળવી હતી. તુમકુરમાં કોંગ્રેસના ઉમેદવાર ઇનાયતુલ્લાહ ખાનની જીતની ઉજવણી દરમિયાન એસિડ હુમલો કરાતા આઠ કાર્યકરો ઇજાગ્રસ્ત થયા હતા. આગામી લોકસભા ચૂંટણીઓને ધ્યાને રાખી આ ચૂંટણીઓ કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધન માટે કસોટી સમાન હતા. મે માસમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બની હતી પણ કોંગ્રેસ-જેડીએસે હાથ મિલાવતા સત્તા મેળવી હતી. ૩૧મી ઓગસ્ટે સમગ્ર કર્ણાટકમાં ૧૦૨ નગર નિગમોની ચૂંંટણીઓ યોજવામાં આવી હતી. કુલ બેઠકોમાંથી સિટી કોર્પોરેશનની ૨૯, ૫૩ નગર કોર્પોરેશન અને ૨૩ નગર પંચાયતની ચૂંટણીઓ યોજાઇ હતી. આ ઉપરાંત રાજ્યના ત્રણ મોટા શહેરોના ૧૩૫ વોર્ડનો પણ સમાવેશ થાય છે. દરમિયાન શહેરોમાં ૧૦૫ બેઠકો પર ચૂંટણી યોજાવાની હતી પણ કોગાડુ જિલ્લામાં ભારે વરસાદ અને પૂરને કારણે ત્રણ બેઠકો પરની ચૂંટણીઓ મોકૂફ રાખવામાં આવી હતી. વર્ષ ૨૦૧૩ની નગર નિગમ ચૂંટણીઓમાં ૪૯૭૬ બેઠકોમાંથી કોંગ્રેસે ૧૯૬૦ જ્યારે ભાજપ અને જેડીએસે મળીને ૯૦૫ બેઠકો જીતી હતી. સ્વતંત્ર ઉમેદવારોએ ૧૨૦૬ બેઠકોપર વિજય મેળવ્યો હતો.