(એજન્સી) નવી દિલ્હી, તા.૯
કર્ણાટકના યેદ્દીયુરપ્પાની ભાજપની ચાર મહિના જૂની સરકારનું ભાવિ આજે નક્કી થઈ ગયું છે. કર્ણાટકમાં ૧૫માંથી ૧૨ સીટો પર ભાજપ વિજેતા બની છે. કોંગ્રેસને માત્ર ૨ સીટો મળી છે. જેડીએસ તો પોતાનું ખાતુ પણ ખોલી શકી નથી. હવે બીજેપી પાસે ૧૧૭ સીટો થઈ ગઈ છે. યેદીયુરપ્પાએ તો ઉત્સાહમાં એમ પણ કહી દીધું છે. ૧૨માંથી ૧૧ને કેબિનેટ મંત્રીનું પદ આપીશ. બીજેપીને અથાની, કાગવાડ, ગોક્ક, યેલ્લાપુર, હીરેકેરુર, રોનેબેન્નૂર, વિજયનગર, ચિક્કાબલ્લાપુર, કે.આર.પુરા, યશવંતપુરા, મહાલક્ષ્મી લેઆઉટ અને કૃષ્ણારાજાપેટે સીટ પર જીત મેળવી છે. કોંગ્રેસને શિવાજીનગર અને બુનાસુરુ સીટ મળી છે. જ્યારે હોસાકોટથી અપક્ષ ઉમેદવાર શરથ કુમારની જીત થઈ છે. મોટા ભાગની સીટ પર અયોગ્ય જાહેર કરવામાં આવેલા ધારાસભ્યોને મોટા અંતરની જીત મળી છે. મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે કર્ણાટકના લોકોએ સાબિત કરી દીધું છે કે, હવે કોંગ્રેસ અને જેડીએસ તેમની સાથે વિશ્વાસઘાત નહીં કરે શકશે. હવે કર્ણાટકની પ્રજાએ જોડ-તોડની નહીં પણ એક સ્થિર અને મજબૂત સરકાર બનાવી છે. પંદર બેઠકોની યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપે સત્તામાં રહેવા માટે ભાજપને ૬ સીટોની જરૂર હતી. યેદીયુરપ્પા સરકાર ૩ વર્ષ માટે ખતરો ટળી ગયો છે. પાંચમી ડિસેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં ૬૭.૯૧ ટકા મતદાન થયું હતું. કોંગ્રેસ અને જદ-એસના ૧૭ બળવાખોરોને ગેરલાયક ઠેરવાતા પેટા-ચૂંટણી યોજવાની જરૂરીયાત ઊભી થઇ હતી. તેમના બળવાના કારણે જુલાઇમાં એચ.ડી. દેવેગૌડા સરકારનું પતન થયું હતું અને ભાજપની સરકાર બની હતી.પંદર પૈકી બાર બેઠકો કોંગ્રેસ પાસે હતી અને ત્રણ જ.દ.એસ પાસે હતી. ૬૭.૯૧ ટકા મતદાન વાળી પેટા ચૂંટણીનું પરિણામ ભાજપની સરકાર માટે ખૂબ જ મહત્ત્વનું છે. જેમાં તેઓએ ૧૨ સીટો જીતી છે. ૨૨૫ની સભ્ય સંખ્યા ધરાવતી વિધાનસભામાં ૧૮ સભ્યોને ગૃહની બહાર કઢાતા સભ્ય સંખ્યા ૨૦૮ થઇ જતાં બહુમતી માટે ૧૦૫ ધારાસભ્યોની જરૂર હતી, પરંતુ ૨૯ જુલાઇના રોજ યેદ્દીયુરપ્પા એ વિશ્વાસનો મત જીતી લીધો હતો.
કર્ણાટક વિધાનસભા પેટાચૂંટણી : ભાજપે ૧ર બેઠકો પર કબજો કરી વિધાનસભામાં બહુમતી જાળવી રાખી

Recent Comments