સુરત, તા.૨
વડોદરામાં વરસેલા અનરાધાર વરસાદના પગલે ટ્રેન વ્યવહારમાં બીજી ઓગસ્ટે પણ અસર જોવા મળી હતી. અગાઉના દિવસે ટ્રેન વ્યવહારને વધુ માઠી અસર પડી નહોતી. અમદાવાદથી મુંબઈ જતી બે ટ્રેન કર્ણાવતી એક્પ્રેસસ અને ડબલડેક્કર ૩ કલાક મોડી પડી હતી. આ બંને ટ્રેનો બોરિવલી સુધી જ ચલાવાઈ હતી. જે રિટર્નમાં પણ અઢી કલાક મોડી ચાલી હતી.
પાસ હોલ્ડર્સ માટેની ફેવરિટ વલસાડ-વિરમગામ ટ્રેન રદ, અન્ય ટ્રેનમાં યાત્રા કરવી પડી હતી. મુંબઈ જતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ પણ રદ રહી બાકીની ટ્રેનો રાબેતા મુજબ ૧૫/૨૦ મિનિટ લેટ ચાલી હતી.
ભારે વરસાદ અને વડોદરામાં સ્થિતિને જોતા લોકોએ યાત્રા કરવાનું ટાળ્યું હતું. યાત્રા ટાળીને મુસાફરોએ ટિકિટ રદ કરાવી હતી. સુરતથી એક અંદાજ મુજબ એકથી દોઢ લાખનું રિફંડ બપોર સુધી કરાયુ હતું. ઓનલાઈન ટિકિટ કેન્સલ કરાવવાનો આંકડો બમણો હોવાનું જાણવા મળ્યું હતું.