કોડીનાર,તા.રર
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા કોડીનારના પેઢાવાડા ખાતેથી વિશાળ રેલી યોજી કોડીનાર ખાતે વિશાળ મહાસંમેલન યોજાયું હતું. રાષ્ટ્રીય અધ્યક્ષ કરણી સેના સુખદેવસિંહજી ગોગામેડી એ સમગ્ર ભારતના રાજપૂત સમાજને એક થવા હાંકલ કરી હતી. તેમજ તાજેતરમાં કર્ણાટકની ચૂંટણી દરમ્યાન કોંગ્રેસના નેતા સંજય નિરૂપમ દ્વારા રાજપૂત સમાજના મોલી વજુભાઈ વાળા ઉપર કરેલ ટિપ્પણી અંગે સમાજની માફી માંગે તેમજ કોંગ્રેસ પક્ષ જો રાજપૂત સમાજના આ ઘોર અપમાન અંગે સંજયનિરૂપમ પર તત્કાલ પક્ષ દ્વારા કાર્યવાહી કરવા રાહુલગાંધીને ખુલ્લી ચેતવણી આપવામાં આવી હતી. તેમજ વધુમાં રાષ્ટ્રીય મહામંત્રી સુરેશપાલ અમુજીએ જણાવ્યું હતું. કે કાશ્મીરમાં પથ્થર મારો કરનારા પર કેસ હટાવવામાં આવ્યા છે. તો પદ્માવત ફિલ્મના વિરોધના આંદોલન પણ સરકાર દ્વારા રમદિનામાં હટાવવામાં આવે અન્યથા શક્તિ પ્રદર્શન કરવા ચીમકી ઉચ્ચારી હતી. તેમજ ગુજરાતના અધ્યક્ષ રાજસિંહજી શેખાવતે સમાજને વ્યશન મુક્ત બની એક થવા હાંકલ કરી હતી. આ અંગે બ્રહ્મસમાજ દ્વારા બહારથી કોડીનાર પધારેલ રાજપૂત અગ્રણીઓનું સન્માન કરવાં આવ્યું હતું.ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષે બોલિવુડ દ્વારા આગામી દિવસોમાં જો ઝાંસીકી રાણી ઉપરની ફિલ્મ મણી કર્ણીકા રીલિઝ કરવામાં આવશે અને જો કોઈ ઈતિહાસમાં ખોટી ચેડછાડકરી બતાવવામાં આવશે તો ફરી આંદોલનો કરવા જણાવ્યું હતું. તેમજ સરકાર આ તમામ બાબતોને ગંભીરતાથી લઈ તેવું જણાવી આર્થિક આધાર ઉપર આરકમણની માંગ કરી હતી.