એડીડેલ, તા.૧૪
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ‘કરો યા મરો’ના મુકાબલામાં ભારતીય ટીમ ઉતરશે તો વચ્ચેની ઓવરોમાં રનગતિ જાળવી રાખવામાં નિષ્ફળ સાબિત થઈ રહેલા ધોનીનું ખરાબ ફોર્મ ચિંતાનો વિષય હશે. શિક્ષાત્મક પગલાના કારણે અચાનક હાર્દિક પંડ્યાને ટીમમાંથી બહાર કરવાના કારણે બેટીંગ ક્રમનું સંતુલન બગડી ગયું છે. ભારતને પ્રથમ મેચમાં રોહિત શર્માની રરમી વન-ડે સદી છતાં ૩૪ રને પરાજયનો સામનો કરવો પડ્યો ધોનીએ ૯૬ બોલમાં પ૧ રન બનાવ્યા અને તે સ્ટ્રાઈક રોટેટ કરી શક્યો નહીં. તેની આ ધીમી બેટિંગથી બેટિંગ ક્રમમાં ફેરફાર સંભાવના છે ધોની પાંચમા નંબરે ઉતરે છે અને ઉપકપ્તાન રોહિતનું માનવું છે કે તેને ઉપર આવવું જોઈએ. બીજી વન-ડે પહેલા સંભવિત ટીમની જાહેરાત થઈ નથી. હાર્દિકની ગેરહાજરીમાં ટીમનું સંતુલન જાળવી રાખવું મોટો પડકાર હશે. કેદાર જાધવ એક વિકલ્પ છે તેને દિનેશ કાર્તિકના સ્થાને તક મળી શકે છે. બોલિંગમાં ફેરફારની સંભાવના ઓછી છે. ભારતના પ્રદર્શનનું ફોકસ ટોચના ત્રણ બેટસમેનો પર હશે. ધવનના ફોર્મ ઉપર નજર રહેશે જે આ સત્રમાં ધોની અને રાયડુ ઉપરાંત ઘરેલુ ક્રિકેટ નહીં રમનાર ત્રીજો બેટસમેન હતો. ઓસ્ટ્રેલિયાની ટીમમાં ફેરફારની સંભાવના નથી.