(એજન્સી) નવી દિલ્હી, તા. ૮
કારોબાર આશાવાદ રેન્કિંગમાં ભારતને સાતમો ક્રમ આપવામાં આવ્યો છે. હાથ ધરવામા આવેલા એક સર્વે અનુસાર, અગાઉના ત્રણ મહિનામાં ભારત બીજા ક્રમે આવતું હતું પરંતુ હવે તે સાતમા સ્થાને ખસ્યું છે જેનાથી સ્પષ્ટ સંકેત મળ્યો છે કે ભારત અર્થતંત્રમાં પાછળ રહી ગયું છે. ઈન્ડોનેશિયા પહેલા ક્રમે, ત્યાર બાદ ફિનલેન્ડ, નેધરલેન્ડ, ફિલિપાઈન્સ, ઓસ્ટ્રિયા અને નાઈજેરિયાનો સમાવેશ થાય છે. બિઝનેશ આશાવાદ પર વૈશ્વિક સર્વે આશાવાદ પ્રમાણે આગામી ૧૨ મહિનાના સમયગાળામાં ભારતીય કારોબાર આવકની આશા-અપેક્ષામાં ઓછો વિશ્વાસ દર્શાવ્યો છે. તેમણે એવું પણ કહ્યું હતું કે નફામાં પણ વિશ્વાસ ઘટ્ટો છે ૫૪ ટકાએ આશા વ્યક્ત કરી. સેલિંગ પ્રાઈસીસ, તથા એક્ષપોર્ટમાં ધારણાઓ જેવી બીજા પરિબળોને કારણે પણ કારોબારમાં ઘટાડો જોવા મળ્યો છે. અર્થતંત્રમાં પછાતપણાનો સ્પષ્ટ સંકેત જોવા મળ્યો જેને કારણે રેટિંગમાં ઘટાડો નોંધાયો. કારોબારને સરળ બનાવવાની પ્રણાલીની સાથે સરકારી નીતિઓ અને સુધારાઓને કારણે આગામી થોડા સમયગાળામાં ભારતીય બિઝનેશનમાં આશાવાદ પાછો ફરશે. ૫૪ ટકા પ્રતિવાદીઓએ આગામી ૧૨ મહિનામાં હાઈરિંગમાં વધારાની જરૂરિયાત દર્શાવી હોવાથી રોજગારી વધવા વિશે ભારતીય કારોબાર જગત આશાવાદી રહ્યું છે. આઈબીઆઆરના જણાવ્યાનુસાર, નિયંત્રણો, લાલફિતાશાહી અને આઈસીટી માળખાકીય સુવિધાઓનો અભાવ જેવા કેટલાક કારણો દર્શાવવામાં ભારત ટોચના ક્રમે રહ્યું છે. ભારત કારોબારી જગતે નાણાની અછત અને સારા કામદારોનો અભાવને પણ દર્શાવ્યું છે.
કારોબાર આશાવાદ રેન્કિંગમાં ભારત સાતમા ક્રમે ખસ્યું

Recent Comments