નવી દિલ્હી, તા.ર૩
ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનાર કરૂણ નાયરની સંઘર્ષપૂર્ણ ઈનિંગની મદદથી ભારત ‘એ’ની ટીમ દ.આફ્રિકા ‘એ’ સામે બીજી અને અંતિમ બિન સત્તાવાર ટેસ્ટમાં ૬ વિકેટે વિજય પ્રાપ્ત કરવામાં સફળ રહી આ જીત સાથે જ ટીમ બે મેચોની સિરીઝ ૧-૧થી બરાબર કરવામાં સફળ રહી નાયરની કેપ્ટન ઈનિંગ (૯૦ રન) અને ઓપનર રવિકુમાર સમર્થની અર્ધસદી (પપ રન)ની મદદથી ભારત ‘એ’ એ વિજય પ્રાપ્ત કર્યો. પ્રથમ ઈનિંગમાં ૪૬ રનની લીડ મેળવનાર દ.આફ્રિકાની ટીમ બીજી ઈનિંગમાં ૧૭૭ રનમાં સમેટાઈ ગઈ. ત્યારબાદ ભારતને વિજય માટે રર૪ રનની જરૂર હતી. ભારતીય ટીમે ચાર વિકેટે રર૬ રન બનાવી આ લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધું. ભારત ‘એ’ માટે અંકિતે પણ ૩ર રનની ઈનિંગ રમી.