(એજન્સી) રાયપુર, તા.ર૩
છત્તીસગઢ રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી રમણસિંગ સામે રાજનંદ ર્ગાંવ વિધાનસભાની બેઠક પર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના ભત્રીજી કરુણા શુકલાને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે.
કોંગ્રેસે જાહેર કરેલી બીજી યાદીમાં પહેલાં તબક્કાની ૧૮ બેઠકો માટેના નામ જાહેર કર્યા હતા. પહેલાં તબક્કાનું મતદાન ૧ર નવેમ્બરે યોજાશે. ર૩ તારીખે ઉમેદવારીપત્ર ભરવાની અંતિમતિથિ છે.
કરુણા શુકલા ઘણા સમય પહેલાં ભાજપ છોડી કોંગ્રેસમાં સામેલ થયા હતા. જ્યારે ગીરવાર જેંગલ ખેરગઢથી, ભૂનેશ્વરસિંગ બાગેલ ડોંગરગઢથી અને દાલેશ્વર સાહુ ડોંગરર્ગાંવથી ચૂંટણી લડશે.
કોંગ્રેસે ચાન્ની શાહુને ખુજી બેઠક પર મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ઈન્દ્રશાહને મંડાપી બેઠક પર ઊભા કર્યા છે.