કોલંબો, તા.૧૮
ઇંગ્લેન્ડ અને વેલ્સમાં થનારા વન ડે ક્રિકેટ વિશ્વ કપ માટે ધીરે-ધીરે એક પછી એક ટીમો પોતાની ટીમની જાહેરાત કરી રહી છે. ભારતીય ટીમની જાહેરાત બાદ હવે શ્રીલંકાએ પણ વિશ્વ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. શ્રીલંકાની ટીમે એક ચોંકાવનારો બદલાવ પણ કર્યો છે. ૩૦ વર્ષનાં દિમુથ કરૂણારન્તેને વિશ્વ કપ માટે ટીમની કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. તેણે શ્રીલંકા તરફથી અત્યાર સુધી માત્ર ૧૭ વન ડે જ રમી છે, જેમાં તેણે ૧૫.૮૩ની સરેરાશથી ફક્ત ૧૯૦ રન બનાવ્યા છે. જો કે, ટીમમાં કોઇને પણ વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો નથી. ટીમ : દિમુથ કરૂણારત્ને (કેપ્ટન), અવિષ્કા ફર્નાન્ડો, લાહિરૂ થિરિમાને, કુસલ પરેરા, કુસલ મેન્ડિસ, એન્જેલો મેથ્યૂઝ, ધનંજયા સિલ્વા, જેફરી વાંડરસે, થિસારા પરેરા, ઇસરૂ ઉદાના, લસિથ મલિંગા, સુરંગા લકમલ, નુવાન પ્રદીપ, જીવન મેન્ડિસ, મિલિંદા સિરિવર્ધના.