અમદાવાદ, તા.૧૭
ગુજરાતમાં લઘુમતી સમાજના વિકાસ અને રક્ષણ મામલે પોતાની આઠ માગણીઓ સાથે લડત ચલાવી રહેલા એમસીસીના કાર્યકરો પોતાની માગણીઓને લઈ ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વિરોધ પ્રદર્શન કરે છે. અગાઉ જ એમસીસીના મુજાહિદ નફીસ અને સહ-કાર્યકરોની તેમના ઘરેથી જ અટકાયત કરવામાં આવી હતી.લઘુમતીઓ માટે રાજયમાં લઘુમતી કલ્યાણ મંત્રાલયની સ્થાપના, બજેટમાં જોગવાઈઓ, અલ્પ સંખ્યક આયોગની રચના, લઘુમતી વિસ્તારોમાં ૧રમી સુધીની સરકારી શાળાઓ, વિશેષ આર્થિક પેકેજ, કોમી તોફાનોમાં વિસ્થાપિતો માટે પુનર્સ્થાપનાની નીતિ અને ૧પ સૂત્રીય કાર્યક્રમનો સંપૂર્ણ અમલ જેવી આઠ માગણીઓ સાથે માયનોરિટી કોઓર્ડિનેશ કમિટી ગુજરાત (એમએમસી) દ્વારા ઘણા સમયથી લડત ચલાવામાં આવી રહી છે. ત્યારે આ મામલે સરકાર તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો નથી. તેની તેમની આ માંગોને લઈ એમએમસીના કાર્યકરો અમદાવાદ ખાતે નવી વી.એસ.હોસ્પિટલના ઉદ્‌ઘાટનમાં પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વિરોધ પ્રદર્શન કરવાના હતા ત્યારે આ વિરોધ પ્રદર્શન થાય તે પહેલાં જ એમએમસીના મુજાહિદ નફીસ અને તેમના સહકાર્યકરોની પોલીસ દ્વારા તેમના ઘરેથી અટકાયત કરવામાં આવી હતી. વિરોધને ખાળવા ગભરાયેલી સરકારે અમારી અટકાયત કરી હતી એવું એમએમસી દ્વારા જણાવાયું છે.