(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા. ૧૧
સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૧૩ના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્ય ત્રણ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. ત્યારે છેલ્લા અનેક સમયથી પ્રજાલક્ષી કામના અભાવના કારણે હાલ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન ચાલુ થયા છે.
ત્યારે સુરેન્દ્રનગર આરોગ્ય સમિતિના ચેરમેને સુરેન્દ્રનગર કલેકટરને આવેદપત્ર પાઠવી અને રજૂઆત કરવામાં આવી હતી અને જિલ્લામાં અમૃતમ અને વાત્સલ્ય યોજનાનો લાભ મળે તેવી મુખ્ય માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરી છે. ૭૨ કલાકમાં યોગ્ય નિર્ણય નહીં આવે તો મુખ્યમંત્રીના કાર્યક્રમનો વિરોધની કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.