વેરાવળ, તા.૨૭
સમગ્ર ગુજરાત રાજયમાં જાહેરજનતાના હિતો માટે લડત ચલાવતા અને પર્યાવરણની સુરક્ષા માટે કામગીરી કરતાં આર.ટી.આઇ. એક્ટિવિસ્ટ રજાકભાઈ બ્લોચ તથા અફઝલ પટણીની વેરાવળ શહેરના કેટલાક વગ ધરાવતા લોકો સાથે મળી તેઓની હત્યા કરવા કથિત સોપારી આપનાર હોય તેની સામે તટસ્થ તપાસ કરવા વેરાવળ સમસ્ત મુસ્લિમ અને પટણી સમાજ મુસ્લિમ એકતા મંચ ગુજરાત બ્લોચ/મકરાણી સમાજ માયનોરીટી સુરક્ષા મંચ ગુજરાત રાજય કિશાન સંઘર્ષ સમિતિ લોઢવા પર્યાવરણ સુરક્ષા સહિત જનકલ્યાણ સમિતિ કુકરાસ ગ્રામ પંચાયત આરટીઆઇ એક્ટિવિસ્ત એશો. ખાંભા માફિયા ઉન્મૂલ સમિતિ પર્યાવરણ બચાવ સમિતિ અખિલ ગુજરાત ઘાચી સમાજ પ્રભાસ પાટણ મન્સૂરી સમાજ પાટણ સીદી બિલાલી સમાજ જાંબુર જેવા અનેક જ્ઞાતિ અને સામાજિક સંગઠનો દ્વારા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીને આવેદન આપી જણાવેલ કે, રજાકભાઇ બ્લોચ અને અફઝલભાઈ પટણી સમાજમાં સારી એવી લોક ચાહના ધરાવે છે અને જાહેર જનતાના કામો સાથે જોડયેલા છે. આ લોકો સાથે કોઇ અનિચ્છનિય બનાવ બને તો શહેરનો માહોલ બગડી શકે તેને ધ્યાને લઈ જવાબદારો સામે તાત્કાલિક અસરથી તટસ્થ તપાસ કરવા માંગ કરેલ છે.
આ આવેદન પત્ર દરમ્યાન મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહેલ અને વેરાવળ-પાટણ શહેર તથા ગ્રામ્ય વિસ્તારનાં મુસ્લિમ સમાજના પટેલો પણ હાજર રહી બનાવની તટસ્થ તપાસ કરવા જણાવેલ છે. આ આવેદન પત્રની જાણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ગૃહ મંત્રી, વિરોઘ પક્ષના નેતા, ગૃહ વિભાગ, ડાયરેકટર ઓફ જનરલ પોલીસ, ડી.આઇ.જી. સહીતનાને આપેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.