સુરેન્દ્રનગર, તા.૧૮
સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી વિસ્તારમાં ટાવર પાસે રહેતા એક પરિવારની સગીર દીકરીની બાજુમાં રહેતા યુવાન દ્વારા દીકરીની છેડતી કરવામાં આવી હતી. છેડતી કરનાર સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.
સુરેન્દ્રનગર ટાવર પાસે રહેતા પરિવારની સગીર દિકરીની બાજુમાં જ રહેતા શખ્સે છેડતી કરી હતી. આથી પરિવારે સિટી પોલીસ મથકે ફરીયાદ નોંધવી હતી પરંતુ કોઇ કાર્યવાહી ન કરાતા ભોગ બનનાર પરિવારે કલેક્ટર કચેરીમાં લેખીત રજૂઆત કરી હતી.
જેમાં જણાવ્યું છેડતી કરનાર શખ્સે અન્ય ચાર શખ્સો સાથે મળી ધમકી આપતા પરિવાર ઘર છોડી અન્ય જગ્યાએ રહેવા ચાલ્યા ગયા હતા. તેમજ છેડતી કરનાર શખ્સે તેમના ઘરમાં ઘુસી ઘરવખરીનો સામાન તેમજ ૧૩ બકરીઓ પડાવી લીધી હતી. હાલ પરિવારના સભ્યોને જાનનું જોખમ હોઇ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે. પોલીસ કાર્યવાહી ન થતાં લોકોમાં રોષ ફેલાયો છે.