(એજન્સી) તા.૧ર
અંડર ૧૯ વર્લ્ડકપની ફાઇનલમાં ભારતીય ટીમને બાંગ્લાદેશની ટીમે ત્રણ વિકેટે પરાજય આપ્યો. તેની સાથે ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ પાંચમી વખત આ ખિતાબ જીતવાનું સપનું અધૂરું રહી ગયું. આટલું જ નહીં મેચ પછી મેદાન પર ત્યારે વધુ એક અપ્રિય ઘટના બની જ્યારે બાંગ્લાદેશના ખેલાડી ભારતીય ખેલાડીઓ સાથે બાખડી પડ્યાં.
તેના પછી આઇસીસીએ વીડિયો ફૂટેજની તપાસ કરતાં બાંગ્લાદેશના ત્રણ અને ભારતના બે ખેલાડીઓને દોષિત ગણાવ્યા. હવે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની કપિલ અને મોહમ્મદ અઝહરુદ્દીને પણ કહ્યું કે બીસીસીઆઇએ ભારતીય ખેલાડીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવી જોઇએ.
કપિલ દેવે ધ હિન્દુ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હું બીસીસઆને ખેલાડીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરતું જોવા માગું છું. જેથી તેનાથી ઉદાહરણ પૂરું પાડી શકાય. ક્રિકેટ વિપક્ષના ખેલાડીઓને ગાળો ભાંડવાની ગંદી રમત નથી. મને લાગે છે કે એ વાતના પૂરતાં કારણો છે કે જેના આધારે બીસીસીઆ આ યુવા ખેલાડીઓ વિરુદ્ધ મજબૂત કાર્યવાહી કરશે. હું આક્રમકતાનું સ્વાગત કરું છું, તેમાં ખોટું નથી પણ આ નિયંત્રિત આક્રમકતા હોવી જોઇએ. પ્રતિસ્પર્ધક હોવાના નામે મર્યાદા ન વટાવી શકો. આ મામલે પૂર્વ સુકાની મોહમ્મદ અઝહરુદ્દીને પણ અભિપ્રાય વ્યક્ત કરતાં કહ્યું કે હું તો નક્કીરુપે અંડર ૧૯ ક્રિકેટરો વિરુદ્ધ કાર્યવાહી કરત પણ હું એ જાણવા માગું છું કે આખરે સપોર્ટ સ્ટાફ આવા યુવા ખેલાડીઓને જાગૃત કરવા માટે શું પગલાં ભરે છે. ઘણી વાર થઈ જાય તે પહેલાં મજબૂત પગલાં ભરવાની જરુર છે. ખેલાડીઓને અનુશાસન હેઠળ લાવવા જ પડશે.
કપિલ દેવ અને અઝહરુદ્દીને BCCIને અપીલ કરે કે અંડર ૧૯ ક્રિકેટ ટીમના ભારતીય ખેલાડીઓના ખરાબ વર્તન સામે કાર્યવાહી કરવામાં આવે

Recent Comments