(એજન્સી) રાવલપિંડી, તા.૨૭
પાકિસ્તાન અને ચીને દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ અને પાકિસ્તાની સેનાની ક્ષમતા નિર્માણને પ્રોત્સાહન આપવા માટે સોમવારે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. રાવલપિંડીમાં સેનાના હેડક્વાર્ટર ખાતે સેન્ટ્રલ મિલિટરી કમીશન (સીએમસી)ના ઉપાધ્યક્ષ જનરલ જુ કિઇલિયાંગની યાત્રા દરમિયાન સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. પાકિસ્તની સેનાએ જણાવ્યું કે પાકિસ્તાન સેનાના સંરક્ષણ સહયોગ અને ક્ષમતા નિર્માણમાં વૃદ્ધિ માટે એક સહમતી પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. પાકિસ્તાની સેના મુજબ જનરલ જુ એ પાકિસ્તાની સેના અધ્યક્ષ જનરલ કમર જાવેદ બાજવાની સાથે બેઠક યોજી હતી. ત્યાર બાદ પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણા થઇ હતી. સેનાએ જણાવ્યું કે તેઓએ પરસ્પર હિત અને પ્રાદેશિક સુરક્ષાના મુદ્દાઓ અંગે પણ ચર્ચા કરી હતી. સાથે જ દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ વધારવા માટે પણ કહ્યું. સેનાએ જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરની પરિસ્થિતિ અંગે પણ વિચાર વિમાર્શ કરવામાં આવ્યો. બીજીબાજુ, ટ્રમ્પ અને મોદીની ુમુલાકાતની થોડીક જ વાર બાદ