(એજન્સી) તા.૨૭
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યાને અને તેનો વિશેષ રાજ્યનો દરજ્જો છીનવી લેવાને લગભગ ૫૦ દિવસ વીતી ગયા છે. તેમ છતાં કાશ્મીર ખીણ વિસ્તારમાં હજુ પણ સામાન્ય સ્થિતિ દેખાતી નથી. સુરક્ષાદળોના નિશાને હજુ પણ ત્યાંના યુવાઓ છે. તેમની કોઈપણ પ્રકારના ગુના વિના ધરપકડ કરવામાં આવી રહી છે અને સ્થાનિક અહેવાલો અનુસાર તેમને ટોર્ચર પણ કરવામાં આવી રહ્યાં છે.
અહીંના સમગ્ર મકાનમાં રહેતા લોકોમાં તંગદિલી અને ભયનો માહોલ એ સ્તરે પહોંચી ગયો છે જેનું વર્ણન પણ ના કરી શકાય. એક પછી એક ભયાવહ સ્ટોરીઓ સામે આવી રહી છે. માનવાધિકારોનો મોટાપાયે ઉલ્લંઘન થઈ રહ્યું છે. આ સાચી વાત હોય કે ના હોય પણ અમે તો માનીએ છીએ કે ત્યાંથી હજુ સુધીમાં કરફ્યૂ દૂર કરાયો નથી. મુખ્યધારામાં જોડાયેલા તમામ રાજકારણીઓ સહિત અલગતાવાદીઓને પણ જેલમાં ધકેલાયા છે.
સિટિઝન અખબાર સાથે સંકળાયેલા ફોટોગ્રાફર બાસિત ઝરગારે શ્રીનગરમાં કરફ્યૂની સ્થિતિ અંગેના આ ફોટોગ્રાફ શેર કર્યા હતા. ત્યાં હજુ પણ કરફ્યૂ હટાવી લેવાયો હોય તેવી સ્થિતિ દેખાતી જ નથી. ઈન્ટરનેટ હજુ બંધ છે, દુકાનો બંધ છે, વેપાર ઠપ છે. નાના જિલ્લામાં આતંકીઓના સમાચાર છે. હજુ સુધી ત્યાં કોઈ શાંતિ દેખાતી નથી.