નવી દિલ્હી, તા. ૧૩
એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયાએ આજે પોતાના રિપોર્ટ જાહેર કર્યો હતો જેમાં ‘લૂઝિંગ સાઇટ ઓફ કાશ્મીર પેલેટ ગોળીબારની અસર’ અંગે જણાવ્યું હતું કે, પેેલેટ ગન પર તાત્કાલિક પ્રતિબંધ મુકવો જોઇએ. એક પત્રકાર પરિષદમાં વર્ષ ૨૦૧૪થી ૨૦૧૭ દરમિયાન જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ દ્વારા વાપરવામાં આવેલી પેલેટ ગનની ગોળીઓથી ૮૮ લોકોની આંખોને નુકસાન થયું છે.એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના એક્ઝીક્યુટિવ ડાયરેક્ટર આકાર પટેલે જણાવ્યું હતું કે, સ્વતંત્રતા દિવસે નવડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, બંદૂકો અને હેરાનગતિથી કાશ્મીરની સ્થિતિ બદલાશે નહીં, ના ગોલી સે, ના ગાલી સે. જો ખરેખર સરકાર એવું માનતી હોય તો તેણે પેલેટ ગનનો ઉપયોગ બંધ કરી દેવો જોઇએ જેને કારણે કાશ્મીરીઓને ભોગવવાનો વારો આવે છે.
સત્તાવાળાઓએ પણ તારવ્યું છે કે, પેલેટ ગન યોગ્ય નથી પરંતુ આ ખતરનાક હથિયારને કારણે ઇજાઓ અને મોતો થઇ રહી છે. આ હથિયાર અયોગ્ય અને અવિચારી છે. પેેલેટ ગનના ઉપયોગનો કોઇ ચોક્કસ માર્ગ નથી. નુકસાનની યોગ્ય ખાતરી કર્યા વિના સત્તાવાળાઓ દ્વારા આ હથિયારનો ઉપયોગ ચાલુ રાખવો બેજવાબદારીભર્યું છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, પેલેટ ગનને કારણે લોકો ગંભીર શારીરિક અને માનસિક તકલીફોનો સામનો કરી રહ્યા છે. શાળાઓ અને કોલેજોના જે વિદ્યાર્થીઓ આ પેલેટ ગનથી ઇજાગ્રસ્ત થયા છે તેઓ ભણવામાં તકલીફ અનુભવી રહ્યા છે. કેટલાક પીડિતો તો એવા છે કે, તેઓ પરિવારના એકમાત્ર કમાનારા સભ્ય છે અને હવે તેઓ વધુ લાંબા સમય સુધી કામ નહીં કરી શકે તેવું જોખમ તોળાઇ રહ્યું છે. ઘણા એવા છે જેઓની વારંવાર સર્જરી થઇ હોવાથી આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયાના મુખ્ય અભિયાનકાર ઝહૂર વાનીએ કેટલાક લોકોની ખોપરીઓમાં હજુ પણ પેલેટ ગનની ગોળીઓ છે જે તેમની આંખ પાસે છે. ડોક્ટરો આ ગોળીઓ કાઢવા માટે અસમર્થ છે અને આંખ ગુમાવવાનો ખતરો અનુભવી રહ્યા છે જોકે, સૌથી મહત્વની વાત એ છે કે, ડોક્ટરો પણ જણાવી શકતા નથી કે, આની અસર કેટલા સમય સુધી રહેશે.
કાશ્મીર માટે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલનો રિપોર્ટ પેલેટ ગન પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવા માગ

Recent Comments