(એજન્સી) તા.ર૦
કાશ્મીર મુદ્દે સોદો થયો હોવાનો આક્ષેપ કરતાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાનખાનની પત્ની રેહામખાને નિર્ણયકતાની અછત અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુશ કરવાના પ્રયત્નો બદલ ઈમરાનખાનની ટીકા કરી હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક ઈન્ટરવ્યુમાં રેહામખાને કહ્યું હતું કે, હું એવું કહી શકું છું કે કાશ્મીરનો સોદો થઈ ગયો છે. રેહામે ઈમરાનને પ્રશ્ન કર્યો હતો કે જ્યારે તમે જાણતા હતા કે આ થવાનું છે તો પછી તમે મોદી તરફ મિત્રતાનો હાથ કેમ લંબાવ્યો ? અને તમે જાણતા હતા કે આ બધુ થવાનું છે તો પણ તમે આ મુદ્દે કશું ન કર્યું. એનો અર્થ એ છે કે, તમે કશું પણ કરવા માટે સક્ષમ નથી. તમે ઘણા નબળા છો. ઉલ્લેખનીય છે કે, ઈમરાનખાને એક નિવેદનમાં કહ્યું હતું કે, મોદી કાશ્મીરમાં આવું કરશે તેની તેમને જાણ હતી.