(એજન્સી) નવી દિલ્હી,૨૮
જમ્મુ-કાશ્મીરથી કલમ ૩૭૦ સમાપ્ત થયા પછી રાજ્યને કેન્દ્રની મોદી સરકાર તરફથી ભેટ મળી રહી છે. રાજ્યના ઓદ્યોગિક વિકાસ માટે જમ્મુના સામ્બા ઔદ્યોગિક ક્ષેત્રમાં ડ્રાઈ પોર્ટના નિર્માણને પરવાનગી મળી ગઈ છે. ઁઁ મોડેથી સામ્બા રેલ્વે સ્ટેશન પર બનનારૂ આ રાજ્યનું પ્રથમ ફાઈટ ટર્મીનલ હશે. રેલ્વે અને ખાનગી ક્ષેત્રની પરસપર સાંઠગાંઠથી નિર્મિત આ ફાઈટ ટર્મીનલને આગામી ૧૦ મહિનામાં બનાવી લેવામાં આવશે.
જમ્મુ કાશ્મીરના અખરોટ, બદામ અને સફરજન વિશ્વ બજારોમાં ઓછા સમય અને ઓછા ખર્ચમાં પહોંચાડવા અને રાજ્યમાં નિકાસ સંબધિત વેપારીઓના નફામાં વધારો થશે. તે માટે કેન્દ્ર સરકારે રાજ્યના વિકાસમાં અડચણ બનેલી કલમ ૩૭૦ને સમાપ્ત કરતા જ નવા ઉદ્યોગોને આમંત્રિત કરવા અને રાજ્યમાં ચાલતા ઉદ્યોગોને રાહત આપવાના ઉદ્દેશથી સામ્બા રલ્વે સ્ટેશન પર ડ્રાઈપોર્ટને બનાવવા મહત્તવને સમજતા ખાનગી ક્ષેત્રની કંપની અને રેલવેને પરસ્પર સહયોગથી બનાવવાના નિર્દેશ આપ્યા છે.
જમ્મુ કાશ્મીરના પ્રથમ રેલ્વે ફ્રાન્ટિ ટર્મીનલની ક્ષમતા ૨થી૫ રેલ માલગાડીની હશે અને અહિંથી ૬થી૯ મેટ્રીક ટન સામાનની હેરફેર થશે. ટર્મીનલમાં કન્ટેનર બૈરક બ્લકા સિમેન્ટ૨, ફર્ટિલાઈઝર, સ્ટીલ, ઓટોમોબાઈલ સહિત૨ અન્ય ઔદ્યોગિક સામાન પણ રાખવામાં આવશે. આ ટર્મીનલના બનવાથી રાજ્યમાંથી સુકા માવાના વેપારીઓને વિશ્વભરમાં કાશ્મીરી ફળનિકાસ કરવામાં સમય અને પૈસાની બચત થશે. કારણ કે, વર્તમાન સમયમાં સૌથી નજીક ડ્રાઈ પોર્ટ લુધિયાણામાં છે. અહિંથી કન્ટેનર મંગાવવા અને તેને ફરી લુધિયાણા પહોંચાડવા નિકાર્સ્કર્તાઓને સમય અને પૈસા ખર્ચ કરવા પડે છે.
સામ્બા સ્મોલ સ્કેલ અને માઈક્રો ઈનડસ્ટ્રીના અધ્યક્ષ હરવિંદર સિંહ ડ્રાઈ પોર્ટના નિર્માણને સરકારનો યોગ્ય નિર્ણય બતાવતા જણાવ્યુ કે, જમ્મુ કાશ્મીરમાં કાચો માલ બહારના રાજ્યોમાંથી આવે છે, જેમાંથી અહિં પ્રોડક્શન ખર્ચ વધી જતો હતો, ડ્રાઈ પોર્ટ બની જવાથી મોટા ઔદ્યોગિક એકમો પણ નિર્ભય થઈને પોતાના યૂનિટ અહિં લગાવી શકશે. આ ટર્મીનલને ઈસ્ટ અને વેસ્ટ ફ્રાઈટ કોરીડોર ટર્મીનલ સાથે પણ જોડવામાં આવશે.