(એજન્સી) તા.ર૧
જેમ જેમ જમ્મુ કાશ્મીરમાં હિંસા અને એન્કાઉન્ટરની ઘટનાઓ વધી રહી છે બીજીબાજુ તેના સમાનાંતરે ખીણમાં વસતાં યુવાઓનું જૂથ મેડિકલ ક્ષેત્રમાં આગળ વધવાના પ્રયાસો પણ વધી રહ્યા છે. તફાવત એટલો છે કે કેટલાક હિંસા અને આતંકના માર્ગે આગળ વધી રહ્યાં છે તો તેનાથી બમણા વિદ્યાર્થીઓ શિક્ષણને અપનાવી આગળ વધી સમાજમાં સુધારો લાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જોકે આ મહત્વકાંક્ષી યુવાઓના સમૂહે કાશ્મીરનું એક અલગ જ અને નવતર પાસું રજૂ કર્યું છે. ૩૦ જેટલા કાશ્મીરીઓના આ સમૂહે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રેન્સ ટેસ્ટ(નીટ)ની તૈયારીઓ કરવાની શરુઆત કરી છે. તેઓ શ્રીનગરમાં એક ગુપ્ત વ્યવસ્થામાં ટ્રેઈનિંગ લઇ રહ્યાં છે અને નીટની તૈયારીઓમાં વ્યસ્ત છે. જોકે આ ફેસિલિટીની અવગણના ભારતીય આર્મી દ્વારા કરવામાં આવી રહી છે. એક ૧૭ વર્ષીય યાસિર નામની વ્યક્તિએ એક જાણીતા મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતુંં કે મને અહીં આવવાનું ઘણું પસંદ છે. આગામી વર્ષે તેના માટે આ તેનું ઘર બની જશે. હવે તેમને અહીંથી બહાર જવા માટે પરવાનગી નહીં આપવામાં આવે. જોકે તેમના માતા પિતા પ્રસંગોપાત અહીંની મુલાકાત લેવા માટે મંજૂરી આપતાં હતા. યાસીર જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લાનો વતની છે. તેણે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીઓ કરવા માટે તેના ઘરને છોડી દીધું હતુંં. તે અને તેના સાથી ક્લાસમેટ અભ્યાસમાં જ તલ્લીન રહે છે. આ દરમિયાન જ એક જાણીતા મીડિયાની ટીમે તેમની મુલાકાત લીધી હતી. તેમણે જોયું કે ક્લાસમાં કેટલાક બાળકો બેઠા હતા અને એક બ્લેકબોર્ડ પર ડાયાગ્રામ દોરેલું હતુંં. બધા વિદ્યાર્થીઓ તેમના વિષય અને કોર્સને લગતાં પુસ્તકો અને સામગ્રી લઇને બેઠાં હતાં. આ વિદ્યાર્થીઓ સમય સાથે હરીફાઇ કરી રહ્યાં છે. કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી માટે તેમની પાસે પૂરતો સમય રહેતો નથી. આદિલ રિયાજ મિર જે કુપવારાનો વતની છે તે કહે છે કે કોઇ વ્યક્તિ ડોક્ટરની જેમ બીજા વ્યક્તિની મદદ કરી શકતી નથી. જો તેઓ ડોક્ટર બનવા માગતા હોય તો તેમણે પોતાનું આ સપનું પૂરું કરવા માટે સમય સાથે હરીફાઇ કરવી પડશે.