(એજન્સી) શ્રીનગર, તા. ૧૮
જમ્મુ કાશ્મીરના બાંદિપોરાના હાજીન વિસ્તારમાં લશ્કરને એક સંયુક્ત અભિયાનમા મોટી સફળતા હાંસલ થઈ. સુરક્ષાદળોએ ૫ આતંકવાદીઓને ઠાર માર્યાં હતા. એન્કાઉન્ટરમાં ભારતીય સેનાના એક જવાન શહીદ થયાં. આ વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાનો સંદેહ હતો જેને પરિણામે તલાશી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો સામસામે આવ્યાં હતા. એન્કાઉન્ટરમાં વાયુસેનાના એક કમાન્ડો શહીદ થયાં અને બે જવાનો ઘાયલ થયા હતા. એન્કાઉન્ટરને ધ્યાનમાં રાખતાતં શહેરમાં ઈન્ટરનેટ સેવાને બંધ કરવામાં આવી હતી.પ્રાપ્ત થતી જાણકારી અનુસાર, આતંકવાદીઓ છુપાયા હોવાની ખબરને પગલે આ વિસ્તારમાં તલાશી અભિયાન શરૂ કરવામાં આવ્યું. આ દરમિયાન છુપાયેલા આતંકવાદીઓએ ગોળીબારી શરૂ કરી દીધી હતી. જવાબી કાર્યવાહીમાં ૫ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં. ઓપરેશનમાં રાષ્ટ્રીય રાઈફલ્સની ૧૩ મી બટાલિયન, જમ્મુ કાશ્મીર પોલીસ તથા સીઆરપીએફના જવાનો સામેલ હતા. શ્રીનગરના બહારના વિસ્તારોમાં શુક્વારે સુરક્ષાદળો સાથેની અથડામણમાં એક આતંકવાદી ઠાર થયાં બાદ ખીણ વિસ્તારના કેટલાક જિલ્લાઓમાં તંગદીલી ફેલાઈ હતી તેને ધ્યાનમાં રાખીને આ વિસ્તારોમાં સંચારબંધી લગાડવામાં આવી.બીજુ બાજુ ખીણ વિસ્તારમાં તંગદીલીને ધ્યાનમાં રાખતાં શ્રીનગરમાં સ્કૂલ-કોલેજોનો બંધ રાખવામાં આવી. તે ઉપરાંત કાશ્મીર વિશ્વવિદ્યાલ્યમાં પણ શૈક્ષણિક કામ બંધ રાખવામાં આવ્યું. ખીણની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ અને સીઆરપીએફના જવાનોને તૈનાત કરવામાં આવ્યાં.
કાશ્મીરના બાંદિપોરામાં એન્કાઉન્ટર : ૧ જવાન શહીદ, ૫ આતંકવાદીઓ ઠાર

Recent Comments