(એજન્સી) શ્રીનગર, તા.રપ
હુર્રિયતના ચેરમેન મીરવાઈઝ ઉમર ફારૂકે ગુરૂવારે કહ્યું કે આર્ટીકલ ૩પ-એની કાયદેસરતાને કોર્ટમાં પડકારવાથી કાશ્મીરના સ્વાભાવિક વિવાદો નબળા પડ્યા હતા. મીરવાઈઝ મંઝીલ ખાતે અવામી એકશન કમિટીના સમારંભને સંબોધતા મીરવાઈઝ ઉમર ફારૂકે કહ્યું કે સમય આવી ગયો છે. દરેકે કાશ્મીરના ખાસ દરજ્જાને નાબૂદ કરવાના પ્રયાસો સામે ઊભા થવાની જરૂર છે. મીરવાઈઝને હાલમાં જ નજરકેદથી મુક્ત કરાયા હતા. મીરવાઈઝે ભારત સરકારનો ઉલ્લેખ કરી કહ્યું કે ખાસ કરીને કેન્દ્ર સરકાર કાશ્મીરમાં સ્વાભાવિક વિવાદો કોર્ટ દ્વારા નાબૂદ કરવા ઈચ્છે છે. મીરવાઈઝે ચેતવણી આપી કે આર્ટીકલ-૩પ-એની સાથે કોઈપણ છેડછાડનો પ્રયાસ કરાશે તો તેની સામે કોઈપણ ક્ષણે આંદોલન શરૂ કરાશે. આ કલમ જમ્મુ-કાશ્મીર વિધાનસભાને એ વાત નક્કી કરવાની સત્તા આપે છે કે રાજ્યનો કાયમી વસાહતી કોણ છે. સુપ્રીમકોર્ટ ર૯ ઓગસ્ટના રોજ આર્ટીકલ ૩પ-એને નાબૂદ કરવાની માંગ કરતી અરજીની સુનાવણી હાથ ધરનાર છે. મીરવાઈઝે આશ્ચર્ય વ્યકત કરતાં કહ્યું કે જમ્મુ-કાશ્મીર શાસનને પપેટ બનાવી દેવાયું છે જે ભારત તરફી પક્ષોના કહ્યા મુજબ ચાલે છે. તેની સામે લોકોને જાગૃત થવા હાકલ કરી હતી. આર્ટીકલ-૩પ-એ કાશ્મીરના ભવિષ્ય અને ઓળખના અસ્તિત્વનો મુદ્દો છે. આ સમયે આપણે નહીં ઊભા થઈએ તો કાશ્મીરી ઓળખ ખતમ થઈ જશે. તેમણે યુનોને આ મુદ્દે દરમિયાનગીરી કરવા જણાવ્યું હતું. યુનોએ કાશ્મીર અંગે સ્વીકારેલા પ્રસ્તાવનો હજુ અમલ કરવાનો છે. મીરવાઈઝે કહ્યું કે પાકિસ્તાન કે ભારત કોઈપણ દેશ દ્વારા કાશ્મીરના વિવાદિત સ્વાભાવિક મુદ્દાઓ બદલી શકાશે નહીં. અમારી પ્રથાને (સિસ્ટમ)ને બદલવાનો અધિકાર ફકત કાશ્મીરની ભૂમિના લોકોને છે. હંદવારામાં નાગરિકોની સેના દ્વારા કરાયેલ હત્યાને વખોડતા મીરવાઈઝે કહ્યું કે આ કાશ્મીરમાં જૂલમની ચરમસીમા છે. રર વર્ષના યુવકની નકલી અથડામણમાં હત્યા કરાઈ.
કાશ્મીરના વિવાદોને ન્યાયતંત્ર મારફતે નબળા પડાયા : મીરવાઈઝ

Recent Comments