અમદાવાદ,તા.૩૧
કોંગ્રેસે સરદાર પટેલને અન્યાય કર્યો હોવાના ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આક્ષેપોનો જવાબ આપતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે સરદાર પટેલ રપ વર્ષ કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા છે. તેઓ લોહપુરુષ હતા કહી અન્યાય સહન કરે જ નહીં. જો એવું હોત તો તેમણે જ કોંગ્રેસ વિરુદ્ધમાં મોરચો માંડ્યો હોત. ઊલટાનું સરદાર પટેલને અન્યાયની વાતો કરી ભાજપે તેમનું અપમાન કર્યું છે. વડાપ્રધાને તેમના પદની ગરિમા જાળવવી જોઈએ અને પ્રજાની માફી માગવી જોઈએ. કાશ્મીરની પરિસ્થિતી અંગે કોંગ્રેસને જવાબદાર ઠેરવવાના આક્ષેપોનો જવાબ આપતા તેમણે જણાવ્યું કે આજ વડાપ્રધાન અગાઉ જે બાપ બેટીને ભાંડતા હતા તેમની સાથે જ સત્તામાં ભાગીદારી કરી છે. અમારા સમયમાં કાશ્મીરમાં આટલી અશાંતિ નહતી. કાશ્મીરની અશાંતિ માટે ભાજપ અને વડાપ્રધાનની સત્તા લાલશા જવાબદાર છે.