(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૩
સુરતમાં એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. તમને જાણીને નવાઈ લાગશે કે કસરત કરતા કરતા પણ કોઈ મોતને ભેંટી શકે છે. આવો એક કિસ્સો સુરતના બમરોલી વિસ્તારમાં બન્યો છે. જ્યાં કાકા અને ભત્રીજો જીમમાં કસરત કરી રહ્યા હતા ત્યારે ભત્રીજાનું મોત નિપજ્યું હતું.આ ઘટના વિશે મળતી માહિતી અનુસાર, સુરતના બમરોલી વિસ્તારમાં એક જીમમાં કાકા-ભત્રીજો સાથે કસરત કરતા હતા. જીતુ મગડ નાયક રાત્રી પાળીમાં નોકરી કરી સીધો કસરત કરવા જીમમાં આવ્યો હતો. તે દરમિયાન જીતુ બેન્ચ પ્રેસ મારી ઉભા થતાની સાથે જ જીતુ નાયક જમીન પર ઢળી પડ્યો હતો. ઘટનાને પગલે જીતુને ૧૦૮ એમ્બ્લન્સ દ્વારા સિવિલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તેને મૃત જાહેર કરાયો હતો.આ ઘટનામાં જીતુ મગડ નાયક નામનો યુવક મૂળ ઓરિસ્સાનો વતની છે, જે ૩ વર્ષ જીમ કર્યા બાદ જીતુ વતન પાછો ચાલી ગયો હતો, ત્યારબાદ લાંબા સમય પછી છેલ્લા ૫ મહિનાથી તે સુરતમાં રહેવા આવ્યો હતો અને કાકા સાથે જીમમાં જતો હતો. જીતુ નાયક રાત્રી પાળીમાં નોકરી કરી સીધો કસરત કરવા જતો હતો. પરંતુ અચાનક જીતુ બેન્ચ પ્રેસ મારી ઉભા થતાની સાથે જ જમીન પર ઢળી પડ્યો હતો.
જીતુ સંચાનો કારીગર છે અને છેલ્લા ૫ મહિના પહેલા જ વતન ઓરિસ્સાથી સુરત આવ્યો હતો. ઘટનાને પગલે કરણ હેલ્થના સંચાલક સંપત બોલીવાલ પણ તાત્કાલિક નવી સિવિલ દોડી આવ્યા હતા. જીતુના મોતને લઈને અનેક સવાલો ઉભા થયા હતા. પોલીસે મોતનું કારણ જાણવા પોસ્ટ મોર્ટમની કામગીરી શરૂ કરી છે.