(એજન્સી) શ્રીનગર,તા.૧૫
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં ૮ વર્ષની બાળકી સાથે થયેલા ગેંગરેપની ઘટનામાં ચર્ચિત વકીલ દીપિકાસિંહ રજાવતને પીડિતાના ફેમિલીથી હટાવી દેવામાં આવી છે. બાળકીના પિતાએ પઠાણકોટ કોર્ટમાં વકીલ દીપિકાસિંહ રાજાવતને કેસથી હટાવવા માટે અરજી કરી હતી, જેણે કોર્ટે સ્વીકાર કરી લીધી છે. તમને જણાવી દઇએ કે, રાજાવતે પરિવાર તરફથી પીડિતાને કેસ લડવા માટે પહેલ કરી હતી, ત્યારબાદ તે એક નેશનલ સેલેબ્રિટી બની ગયા હતા. પરિવારનું કહેવું છે કે, તે રાજાવતને તેમની તરફથી જીવનો ખતરો ગણાવીને, કેસમાં ઓછો રસ લેવા અને કોર્ટમાં ન આવવાના કારણે હટાવી રહ્યા છે. પરિવારના નજીકના સૂત્રોએ જણાવ્યું કે, પીડિતાના ઘરવાળા દીપિકાની આત્મમુગ્ધતાથી ઘણા દુઃખી હતા. એટલા માટે તેમણે રાજાવતને કેસથી હટાવવાનો નિર્ણય કર્યો છે. એક સૂત્રએ એક અંગ્રેજી અખબારને જણાવ્યું હતું કે, તે કેસ પર ધ્યાન આપી રહી નહોતી અને પોતાની જાતને ન્યાય માટે ધર્મયોદ્ધા સાબિત કરવામાં લાગેલી હતી. જ્યારે આ કેસના સમય વિશે પૂછવામાં આવ્યું ત્યારે તે બિલકુલ અજાણ હતી. તે આ કેસ માટે મુશ્કેલથી કોર્ટ રૂમમાં આવતી હતી અને દાવો કરતી હતી કે મારા જીવને ખતરો છે. પીડિતાના પિતાએ જણાવ્યું કે આજ સુધી ૧૦૦ વખત કેસની સુનાવણી થઈ છે અને ૧૦૦ સાક્ષીઓને તપાસવામાં આવ્યા છે, પણ વકીલ દીપિકાસિંહ માત્ર બે જ વખત કોર્ટમાં હાજર રહી હતી.