(એજન્સી) તા.૨૪
કઠુઆમાં રેપ અને હત્યા બાદ ૧૩મી એપ્રિલના રોજ તેને કોમી વળાંક પ્રાપ્ત થયો અને દેશભરમાં આક્રોશ ભડકી ઊઠ્યો ત્યારે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા મિનાક્ષી લેખીએ આસામમાં આવા જ રેપના કેસમાં મુખ્ય આરોપી તરીકે ઝાકીર હુસેન હોવાનું જણાવ્યું.
મિનાક્ષી લેખીએ કહ્યું કે કેટલાક લોકો આ મુદ્દે મૌન છે અને ખોટી રીતે અન્ય મુદ્દાઓ ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કઠુઆ કે આરોપીનો ધર્મ આસામના નાગાઉ જિલ્લાના એક ગામની ૧૨ વર્ષની પીડિતાના પિતાને કોઇ રીતે પ્રસ્તુત નથી. જ્યારે પિતાએ પોતાની પુત્રીના ભડથુ થઇ ગયેલા દેહને જોયો ત્યારે તેમના પ્રથમ શબ્દો હતા. અલ્લાહ જો તું મને ચાહતો હો તો તેને બોલવા દે.
છાપરાવાળા બે રૂમના ઘરમાં પીડિતાના પિતાએ જણાવ્યું કે કઠુઆ અંગે તેમણે કંઇક સાંભળ્યું છે પરંતુ હું આઘાતમાં છું. આપણા પોતાના જ પડોશીઓ અને પરિવારના હાથે આવું કઇ રીતે બની શકે.
પોલીસ એફઆઇઆરમાં ંજણાવાયું છે કે પીડિતા પર સામૂહિક બળાત્કાર ગુજારીને કેરોસીન છાંટીને તેને ૨૩ માર્ચના રોજ સળગાવી દેવામાં આવી હતી.
પીડિતા સાથે કુકર્મ કરનાર ત્રણ આરોપીઓમાં એક તેનો પિતરાઇ પણ છે. આ ઘટનાથી સમગ્ર ગામ હચમચી ગયું હતું પરંતુ એક અસાધારણ વળાંકમાં કેટલીક મહિલાઓ જણાવે છે કે હવે તેઓ સ્વયંને વધુ સુરક્ષિત અનુભવે છે. હુસેન અને તેમનો પરિવાર જતા રહેતા હવે તમને બહાર નીકળતા ડર લાગતો નથી. ગામના એક નાગરિક એસ ઇસ્લામે જણાવ્યું હતું કે આ એક પૂર્વયોજિત અપરાધ હતો જ્યારે તમામ પુરુષો નમાઝ માટે મસ્જિદમાં હતા ત્યારે આ ત્રણેય છોકરાઓએ આ અપરાધનો સમય નક્કી કર્યો હતો.