(એજન્સી) તા.૨૪
સોમવારે ભાજપના નેતા ચૌધરી લાલસિંહ કઠુઆની ૮ વર્ષની માસૂમ બાળકીના બળાત્કાર અને હત્યા કેસમાં ઝ્રમ્ૈં તપાસની માગણી માટેે પાંચ કલાક ઊઘાડા પગે કૂચ યોજી હતી. આરોપીને સમર્થન આપવાના આરોપસર ચૌધરી લાલસિંહે ગયા મહિને કેબિનેટમાં પ્રધાનપદેથી પોતાનું રાજીનામું આપ્યું હતું. આ કૂચનું આયોજન ઝ્રમ્ૈંને કેસની તપાસ સોંપવા માટે સરકાર પર દબાણ લાવવા કરવામાં આવ્યું હતું.
ચૌધરી સિંહે પૂછ્યુું હતું કે જો અમે ઝ્રમ્ૈં તપાસની માગણી કરીએ તો તેમાં ખોટું શું છે ? તે એકાએક ગુંડાગર્દી કઇ રીતે કહેવાય ? આ માગણી ધાર્મિક ધોરણે કઇ રીતે રાજ્યનું ંધ્રુવીકરણ કરે છે ? મુખ્યપ્રધાન મેહબુબા મુફ્તીએ જ્યારે સોફિયા કેસમાં તપાસની માગણી કરી ત્યારે રાજ્યનું ધાર્મિક ધોરણે ધ્રુવીકરણ થયું ન હતું ?
પરંતુ ચૌધરી લાલસિંહના ભાઇ રાજીન્દર શાહની વીડિયો ક્લિપ ઓનલાઇન વાઇરલ બનતા ઝ્રમ્ૈં તપાસ માટેની માગણીએ વરવો વળાંક લીધો હતો. આ વિસ્તારમાં બપી તરીકે ઓળખાતો રાજીન્દર કારની આગળ બેસીને માઇક્રો ફોન પર મહેબુબા મુફ્તીને પોતાના સમર્થકોની ચિચિયારીઓ વચ્ચે અપશબ્દો સંભળાવતો વીડિયોમાં જોવા મળે છે. આ વીડિયો ફૂટેજનો વ્યાપક વિરોધ થતા પોલીસે રાજીન્દર વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી છે.
આમ કઠુઆ બળાત્કાર અને હત્યાકાંડ બાદ જમ્મુમાં ધાર્મિક ધોરણે ધ્રુવીકરણ વધી રહ્યું છે ત્યારે જમણેરી પાંખના રાજકારણીઓ અને કાર્યકરો બળતામાં ઘી હોમી રહ્યા છે. આ નવા પાત્રો ઝડપથી મેદાનમાં આવી રહ્યા છે એ ૨૦૧૯મી સંસદીય અને ૨૦૨૦ની વિધાનસભા ચૂંટણી પૂર્વે પોતાના આદેશોનો બળજબરીપૂર્વક અમલ કરી રહ્યા છે. લાલસિહ ગયા વર્ષે જ પોતાના કિલ્લા સમાન બલોહલીમાં અમિત શાહની હાજરીમાં ભાજપમાં ંજોડાયા હતા. જમ્મુ અને કાશ્મીરમાં જે રીતે લાલસિંહની રાજનીતિ વધી રહી છે તેના પર ભાજપનું ગર્ભીત મૌન એ દર્શાવે છે કે તેઓ કઠુઆ પર જેમનું આધિપત્ય છે એવા લાલસિંહને વધુ હેરાન કરવા માગતા નથી. માટે જ લાલસિંહ અને તેમના ભાઇઓ અને સમર્થકો આજકાલ જમ્મુમાં સ્થિતિને વધુ ભડકાવી રહ્યા છે.
કઠુઆ રેપ કેસ : ભાજપના નેતા ચૌધરી લાલસિંહ અને સમર્થકો બળતામાં ઘી હોમી રહ્યા છે

Recent Comments