(એજન્સી) નવી દિલ્હી, તા. ૫
સુપ્રીમ કોર્ટે આજે કઠુઆ બળાત્કાર હત્યા કેસમાં આરોપીઓ દ્વારા સીબીઆઈ તપાસની માગણી કરતી અરજી ફગાવી હતી.
૮ વર્ષીય મુસ્લિમ કોમની બાળકી ઘરમાંથી ગુમ થઈ હતી. ૧૦મી જાન્યુઆરી જમ્મુના કઠુઆ જિલ્લા પાસેના ગામમાં રહેતી બાળકી ગુમ થઈ હતી જેનો મૃતદેહ એ જ વિસ્તારમાંથી અઠવાડિયા પછી મળી આવ્યું હતું. બાળકીના પિતાએ આ પહેલા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. એમણે જણાવ્યું હતું કે એમના કુટુંબીજનો એક મિત્ર અને એમના વકીલ દિપીકાસિંઘ રામવતને ધમકીઓ અપાઈ રહી છે. બે આરોપીઓ દ્વારા એક અલગથી અરજી કરાઈ હતી. જેમાં માગણી કરાઈ હતી કે કેસની ટ્રાયલ જમ્મુમાં ચલાવવામાં આવે અને કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે. રાજ્ય પોલીસની ક્રાઈમ બ્રાંચે મુખ્ય ચાર્જશીટ સાત આરોપીઓ સામે દાખલ કરી હતી અને જુદી ચાર્જશીટ જુવેનાઈલ કોર્ટમાં દાખલ કરી હતી.