(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૮
કઠુઆમાં જાન્યુઆરીમાં આઠ વર્ષની બાળકી પર પાશળી બળાત્કાર અને તેની નિર્મમ હત્યાની ઘટનાએ સમગ્ર દેશ તથા વિદેશમાં આઘાતની લાગણી ફેલાવી છે. કાશ્મીરમાં જ્યારે આપણે નજર કરીએ ત્યારે આવી ઘણી બધી સમાન કરૂણાંતિકાઓ જોવા મળે છે અને ઘણા નામો તો આપણા હૃદયમાં જાણે છપાઇ ગયા છે. બર્બરતાના આ કૃત્યે આપણા હૃદય અને આત્માને ધમરોળી નાખ્યા છે. આવા કૃત્યો અને તેના ષડયંત્રકારીઓને ફક્ત વખોડી નાખવાની જ જરૂર નહીં પરંતુ તેમને ન્યાયના કઠેડામાં લાવવાની પણ જરૂર છે. જ્યારે આ ઘટનાની મોટાપાયે નિંદા થઇ રહી છે પરંતુ આઘાતજનક રીતે જમ્મુમાં હિંદુ એકતા મંચના નેજા હેઠળ હિંદુવાદી સંસ્થાઓ સાથે જોડાયેલા કેટલાક ધર્માંધ લોકો પુરાવા એકઠા કર્યા બાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓ અને હત્યારાઓને પકડતા હિંદુવાદી લોકો સતત આરોપીઓના સમર્થનમાં દેખાવ કરી રહ્યા છે. જમ્મુ અને કઠુઆમાં નીકળેલી આવી રેલીઓમાં ભાજપના બે ધારાસભ્યો પણ ભાગ લીધો હતો. જોકે મોટાપાયે વિરોધ થતા આ બે ધારાસભ્યોએ રાજીનામા આપવાની ફરજ પડી હતી. જોકે, આ બે મંત્રીઓ હજુ પણ આ કેસમાં સીબીઆઇ તપાસની માગ સાથે વળગી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે, દરેક સ્તરે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરાતી તપાસને વળાંક આપવાનો પ્રયાસ થઇ રહ્યો છે. કઠુઆ બાર કાઉન્સિલના વકીલો સાથેના હિંદુ એકતા મંચ અને અન્ય જમણેરી પાંખના જૂથો દ્વારા ક્રાઇમ બ્રાન્ચનો વિરોધ કરાઇ રહ્યો છે અને બાદમાં તેમની સાથે જમ્મુ બાર કાઉન્સિલ અને ભાજપ જેવી રાજકીય પાર્ટીઓ પણ જોડાઇ. જ્યારે કેટલાક અખબારોમાં આ અંગેનો અહેવાલ પ્રકાશિત થયો અને સુપ્રીમ કોર્ટ સમક્ષ આ બાબત ગઇ ત્યારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની કમિટી(બીસીઆઈ) એમ કહીને રિપોર્ટ રજૂ કર્યો કે વકીલો કઠુઆ ગેંગરેપ અને હત્યા કેસમાં બાળકીને ન્યાય મળે તે માટા સીબીઆઇ તપાસની માગ કરી રહ્યા છે. હવે બીસીઆઇની પેનલે આવોરિપોર્ટ મોકલવાનો કોઇ અધિકાર નથી. સુપ્રીમ કોર્ટે પણ બીસીઆઇને આવો કોઇ રિપોર્ટ સબમિટ કરવા નિર્દેશ આપ્યો નથી કે સીબીઆઇ તપાસ થવી જોઇએ કે નહીં. તેને એટલી જ તપાસ કરવાનું કહ્યું હતું કે, આ સુનાવણીમા ંકઠુઆના વકીલો કઇ રીતે અવરોધો પેદા કરે છે. સીબીઆઇ તપાસની માગ ફક્ત આરોપીઓ અને હિંદુ એકતા મંચના લોકો જ કરી રહ્યા છે. આરોપીઓને આવી તપાસ માગવાનો કોઇ અધિકાર નથી. તેઓ તપાસ ઓથોરિટી પસંદ કરવાનો અધિકાર ધરાવતા નથી. આરોપીઓને આવી ગેરકાયદે માગ કરવા દેવાનો બીસીઆઇનો આ પ્રયાસ છે. આ કાયદાકીય ધોરણો પ્રમાણે શરમજનક અને હાસ્યાસ્પદ છે. આ બાબત નાગરિકો સાથે જોડાયેલા બીસીઆઇની વિશ્વસનીયતા સામે પણ સવાલો ખડાં કરે છે. પરંતુ જમ્મુ-કાશ્મીર બાર કાઉન્સિલ અને બીસીઆઇનું આ વલણ અત્યંત કરૂણાજનક છે. તેમના કૃત્યો એવા છે જેને લોકતંત્રમાં ક્યારેય માન્યતા આપી શકાય નહીં.
બાર કાઉન્સિલના રિપોર્ટમાં ‘છીંડાં’, જમ્મુ-કાશ્મીર સરકાર વાંધા રજૂ કરશે

(એજન્સી) શ્રીનગર, તા. ૨૮
જમ્મુ-કાશ્મીર સરકાર બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ સામે વાંધા રજૂ કરશે જેમાં કહેવાયું હતું કે, કઠુઆના વકીલો આઠ વર્ષની બાળકી સાથે પાશવી રેપ અને બર્બર હત્યાના કેસમાં ન્યાયને અવરોધી રહ્યા નહોતા. કઠુઆના વકીલોના પોતાના રિપોર્ટમાં તેમણે ડીંગો હાંકી હતી અને સુપ્રીમ કોર્ટમાં રાજ્ય સરકાર તરફથી દલીલો કરનારા વકીલોએ આરોપ લગાવ્યો હતો કે, આરોપી બળાત્કારીઓ અને હત્યારાઓ વિરૂદ્ધ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રજૂ કરાયેલી ચાર્જશીટને તેમણે અવરોધી હતી. કઠુઆ બાર એસોસિએશને વકીલોના આ પગલાંને સફળ ગણાવી તેમને અભિનંદન પણ આપ્યા હતા. સરકારી સૂત્રો અનુસાર આગામી સુનાવણી દરમિયાન આ વાંધા રજૂ કરાશે. સરકારે બીસીઆઇના રિપોર્ટની એક કોપી માગી છે જેનાથી તે તેની અંદર રહેલા છીંડા દર્શાવી શકે. સરકારીસૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના પૂર્વ જજ તરૂણ અગ્રવાલની આગેવાનીમાં એક પાંચ સભ્યોવાળી બીસીઆઇની ટીમની રચના કરી છે જે કોર્ટમો ચાર્જશીટ ફાઇલ કરવામાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને રોકવામાં કઠુઆના વકીલો સામેલ હતા કે નહીં તેની તપાસ કરશે. જોકે, આ ટીમ કેસનીતપાસ કરતી ક્રાઇમમ બ્રાન્ચના કોઇ અધિકારીને પણ મળી નથી અને કઠુઆ જમ્મુ-કાશ્મીરની પોલીસને કોઇ અધિકારીને પણ મળી નથી.રાજ્યના ડીજીપી એસપી વૈદ્યૈ કહ્યું છે કે, આ ટીમ પોલીસના કોઇ અધિકારીને મળી નથી. આ જ રીતે ક્રાઇમ બ્રાન્ચના અધિરકારીએ પણ મીડિયા સમક્ષ કોઇ સત્તાવાર નિવેદન આપવાનો ઇન્કાર કરતા કહ્યું હતું કે, બીસીઆઇની ટીમ તેમને મળી નથી. નોંધનીય છે કે, બીસીઆઇની ટીમ કેસની તપાસ કરતી ક્રાઇમ બ્રાન્ચના કોઇ અધિકારીને મળી નથી એટલે સુધી કે, કઠુઆ કેસની ચાર્જશીટને ફાઇલ કરવાનો જે સિનિયરએસપીનો વિરોધ વકીલોએ કર્યો હતો તેમનો પણ સંપર્ક સધાયો નથી તે આંચકાજનક બાબત છે. ક્રાઇમ બ્રાન્ચે પણ કાયદાકીય બાબતમાં અડચણ બનવા બદલ વકીલો સામે ફરિયાદ નોંધી છે. એક સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું હતુંકે, કઠુઆના વકીલો વિરૂદ્ધનો કેસ ચાલુ રહેશે અને તેમાં બીસીઆઇનો રિપોર્ટ અવરોધ નહીં બને.