અમદાવાદ, તા.ર૬
હિમવર્ષાને કારણે સમગ્ર ઉત્તર ભારતમાં હાડ થીજવી દે તેવી ઠંડી પડી રહી છે ત્યારે આ ઠંડીની અસર ગુજરાતમાં પણ વર્તાતા રાજ્યના વિવિધ શહેરોના તાપમાનમાં એકથી લઈ ત્રણથી ચાર ડિગ્રી જેટલો ઘટાડો થતાં સમગ્ર રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ત્યારે અનેક સ્થળોએ સિઝનમાં પહેલીવાર સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. જેમાં રાજકોટમાં ૮.૭, અમદાવાદમાં ૯.૩ અને ગાંધીનગરમાં ૯.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ગિરનાર પર્વત અને નલિયામાં સૌથી ઓછું ૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
રાજ્યમાં કાતિલ ઠંડીનો માહોલ જામ્યો છે અનેક સ્થળોએ પારો ૧૦થી ૧ર ડિગ્રી જેટલો નીચે ગયો છે. જ્યારે કેટલાક સ્થળોએ પારો ૧૦ ડિગ્રીથી પણ નીચો ઉતરતા લોકો હાડ થીજવતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. અમદાવાદ-ગાંધીનગરમાં છેલ્લા બે દિવસથી તાપમાન સતત ગગડી રહ્યું છે. ત્યારે બુધવારે વહેલી પરોઢથી જ ઠંડા પવનને પગલે રાજ્યના મોટાભાગના શહેરોના લઘુત્તમ તાપમાન ૯થી ૧૧ ડિગ્રીની વચ્ચે નોંધાતા વહેલી પરોઢે – મોડીરાત્રે લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો. ત્યારે સતત પડી રહેલી ગાત્રો થિજવી દેતી ઠંડીનો અનુભવ કર્યો હતો. ત્યારે સતત પડી રહેલી ગાત્રો થિજવી દેતી ઠંડીને કારણે રોડ પર કામ કરતા અને રહેતા લોકોની હાલત કફોડી બનાવી દીધી હતી. ગાત્રો થિજવી દેતી ઠંડીને કારણે મોડીરાત્રિ સુધી ભરચક રહેતા વિસ્તારો પણ સૂમસામ જણાતા હતા. વહેલી પરોઢે પણ કામ વગર લોકોએ ઘરમાંથી નીકળવાનું ટાળ્યું હતું. ઠંંડીની સાથે સવારે ગાઢ ધુમ્મસ છવાતા વાહનચાલકોએ પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી.

ક્યાં કેટલું તાપમાન
સ્થળ લઘુત્તમ તાપમાાન
નલિયા ૭.૦
કંડલા એરપોર્ટ ૮.૬
રાજકોટ ૮.૭
અમદાવાદ ૯.૩
ગાંધીનગર ૯.૪
મહુવા ૯.૯
વડોદરા ૧૦.૪
ડીસા ૧૦.૬
કંડલાપોર્ટ ૧૧.૦
વલસાડ ૧૧.૧
આણંદ ૧૧.૩
સુરેન્દ્રનગર ૧૧.પ
ભૂજ ૧ર.૪
અમરેલી ૧ર.૬