(એજન્સી) તા.૧૭
મહારાષ્ટ્ર એટીએસ દ્વારા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમાં વૈભવ રાઉત(૪૦), શરદ કલાસ્કર(૩૯) અને ઘોંડાલકરનો(૩૯) નો સમાવેશ થાય છે. જોકે કલાસ્કર અનેરાઉત બંને નાલાસોપરાના રહેવાશી છે જ્યારે ઘોંડાલકર પૂણેનો વતની છે. તેમની પાસેથી ભારે ભરખમ હથિયારો અને વિસ્ફોટકો કબજે કરી લેવામાં આવ્યા હતા. તેઓ લગભગ છ થિયેટરો અને ૪ થી ૫ ગણપતિ પંડાલોમાં વિસ્ફોટ કરવાનું કાવતરું ઘડી રહ્યાં હતાં. જોકે તેમની યોજના મહારાષ્ટ્રના મુંબઈ, પૂણે, સાંગલી, સોલાપુરમાં વિસ્ફોટ કરવાની હતી. તેઓએ આગામી બકરી ઈદ અને ગણેશ ચતુર્થીને નિશાને લેવા કાવતરું ઘડ્યું હતું. તેઓ મહારાષ્ટ્રમાં ફરી હિન્દુ મુસ્લિમ હિંસા ભડકાવવા માગતા હતા. પોલીસના સુત્રોએ આ દાવો કર્યો હતો. આ લોકોએ એવી યોજના બનાવી હતી કે એવી જગ્યાએ હુમલા કરવામાં આવે જ્યાંથી મુસ્લિમ વસતી નજીક જ હોય જેથી કરીને સીધું મુસ્લિમોનું નામ આવી જાય અને કોમી રમખાણો ફાટી નીકળે. જોકે તેઓ હિન્દુ વિરોધીઓને પણ હિટ લિસ્ટમાં રાખી બેઠા હતા અને આગામી ગણેશ ચતુર્થીએ તેમના પર હુમલો કરવાની યોજના ઘડી રહ્યાં હતાં. ગોવાના લેખક દામોદર મોઝો તેના નિશાને હતો એવો સુત્રો દાવો કરી રહ્યાં છે. મોઝોને ૩ અઠવાડિયા પહેલા જ પોલીસ સુરક્ષા આપવામાં આવી હતી. તેમના જીવને જોખમ હોવાની માહિતી મળી હતી. જોકે મહારાષ્ટ્રની એટીએસએ આવી રીતે કોઇને ટારગેટ કરવા અંગેની માહિતી નકારી હતી. તેઓ તમામ પ્રકારના એંગલથી તપાસ કરી રહ્યાં છે.