આગ્રા, તા. ૬
કટ્ટરવાદી સંગઠન વિશ્વ હિંદુ પરિષદની પાંખ બજરંગ દળની ઉત્તરપ્રદેશના આગ્રામાં વિશેષ રીતે ‘લવ જિહાદ’ના મામલાઓનો સામનો કરવા માટે તૈયાર એક સંગઠન માટે સ્વયંસેવકોની ભરતી શરૂ કરી દીધી છે. યુવા સ્વયંસેવકોએ ‘બહુ લાવો, બેટી બચાવો’ નામના અભિયાન અંતર્ગત હથિયારોની તાલીમમાંથી પસાર થવું પડશે. જે હિંદુઓ પોતાની બહેન-દિકરીઓને લવ જિહાદથી બચાવવા માગે છે તેમને ૧૦ રૂપિયા પ્રતિ વ્યક્તિ તરીકે નોંધણી ફી આપવી પડશે. સ્થાનિક બજરંગ દળના કાર્યકરોએ કહ્યું કે, આ મહિલાઓ કેટલાક મુસ્લિમ પુરૂષો દ્વારા તેમના ધર્મને બદલવા માટે પ્રલોભિત છે. આ સંગઠનના સ્વયંસેવકોને તલવાર અને અન્ય હથિયારો ચલાવવા તાલીમ આપવામાં આવે છે જેથી જરૂર મુજબ હસ્તક્ષેપ કરી શકાય. જોકે, રિપોર્ટમાં પહેલા જ કેટલાક હિંદુ જૂથોને એમ કહેતા જણાવી દીધા હતા કે, તેઓ મુસ્લિમ મહિલાઓને બહુ લાવો બેટી બચાવો અભિયાન અંતર્ગત હિંદુ પુરૂષો સાથે લગ્ન કરવા અને એટલે સુધી કે તેમના લગ્નમાં સહાયતા કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
આ ઉદેશ્ય માટે આગ્રામાં અગાઉ જ ૩ ડિસેમ્બરથી શિબિર શરૂ થઇ ગયો છે અને આશરે ૧૦૦૦ લોકોને તાલીમ માટે ભરતી કરવામાં આવ્યા છે. આ પહેલા આ અભિયાન ૧૯ નવેમ્બરથી ૧૯ ડિસેમ્બર સુધી આયોજિત કરવાનું હતું. અભિષેક સક્સેના નામના આગ્રાના સહ સંયોજકે જણાવ્યું કે, અમે ભય હેઠળ છીએ આ નેટવર્ક કાશ્મીરથી કન્યાકુમારી સુધી ફેલાવવાનું છે અને હવે જાગવાનો સમય છે. નહીં તો અમારી છોકરીઓને પ્રેમના નામે લાલચ આપવામાં આવશે અને વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવામાં આવશે. હિંદુત્વના નામે ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં યુવાઓના ધ્રુવિકરણ કરવાના પ્રયાસના રૂપમાં કેટલાક ક્વાર્ટર આ ઉપાયોને જુએ છે. આ લક્ષ્યાંક ૨૦૧૯ની લોકસભા ચૂંટણી સુધી છે જેમાં તેઓ કહે છે કે, ચૂંટણી હિંદુ મુસ્લિમ કાર્ડ પર લડવામાં આવશે.