વાપી, તા. ૧૭
ભીલાડ હાઈવે ઓવરબ્રિજ તરફથી સરીગામ, સંજાણ, ઉમરગામ તથા ભીલાડ ગામમાં જવા માટે એક મેઈન રેલવે ફાટક અને વર્ષોથી નાના વાહન ચાલકોએ ઉપયોગ કરવા માટે રેલવે ગરનાળા નીચેથી પસાર થવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
પરંતુ હાલમાં ભીલાડ મેઈન રેલવે ફાટક ઉપર પણ રેલવે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવેલ હોવાથી અહીંયા આ ફાટક બંધ કરવામાં આવ્યું છે અને હાલમાં વાહન ચાલકોએ વાહન વ્યવહાર માટે ફક્ત એકજ રેલવે ગરનાળા નો ઉપયોગ કરવામાં આવે છે અને આ રેલવે ગરનાળમાં તો પહેલાથી જ ટ્રાફિક જામ થઇ જવાની સમસ્યા હતી અને હાલમાં મેઈન રેલવે ફાટક બંધ કરવામાં આવેલ હોવાથી અહીંયા હાલમાં ટ્રાફિક જામની ગંભીર સ્થિતિ સર્જાઇ છે.
આ ભારે ટ્રાફિક જામનું સંચાલન કરવા માટે પોલીસ દ્વારા ફક્ત બે જ ટ્રાફિક પોલીસ જવાનો મુકવામાં આવ્યા છે જેઓને ખૂબ જ તકલીફથી સંચાલન કરવું પડે છે. જેથી પોલીસ તરફથી હાલમાં આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે વધારે ટ્રાફિક જવાન મુકવામાં આવે તો કાર ચાલકો, રિક્ષા ચાલકો, ટુ વ્હીલર વાહન ચાલકોને સરળતાથી પોતે હોસ્પિટલમાં સારવાર માટે તાત્કાલિક, નોકરી માટે, સ્કૂલમાં તથા અન્ય કામગીરી માટે સમયસર પહોંચી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવું વાહન ચાલકોની માગણી છે.