Ahmedabad

વિહિપે ગુજરાત રાજ્યપાલને કહ્યું; અયોધ્યામાં રામ મંદિર બનાવવા કેન્દ્રને કાયદો ઘડવાનું કહો

અમદાવાદ, તા.ર૩
અયોધ્યામાં રામ મંદિર બનાવવાના કાયદાનો અમલ કરવા કેન્દ્રને દબાણ કરવાના પ્રયત્નોના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ સોમવારે ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલીને મળ્યા. વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત મહાસચિવ સુરેન્દ્ર જૈનની આગેવાની હેઠળના ગુજરાતના નેતાઓના એક પ્રતિનિધિ મંડળે રાજ્યપાલને ગાંધીનગર બોલાવીને તેમને એક મેમોરેન્ડમ આપ્યું હતું. આ મેમોરેન્ડમમાં તેઓએ કોહલીને કેન્દ્રની એન.ડી.એ. સરકાર સુધી તેઓની માગણીને પહોંચાડવાની વિનંતી કરી હતી. રાજ્યના વિહિપ સચિવ અશોક રાવલે કહ્યું હતું કે, અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે સરકાર સંસદમાં કાયદો લાવે. રાજ્યપાલ સાથેની વિહિપ નેતાઓની બેઠક પહેલાં જૈને અમદાવાદમાં પત્રકારોને કહ્યું હતું કે, પ ઓક્ટોબરના રોજ દિલ્હીમાં યોજાયેલી એક બેઠક દરમિયાન આ પ્રકારની ઝુંબેશ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસન હેઠળની ભાજપ રામમંદિર બનાવવા માટે પ્રતિબદ્ધ છે. સંસદમાં રામ મંદિરના બાંધકામને મંજૂરી અપાવવામાં આવે તેવો કાયદો લાવવો તે જ એકમાત્ર ઉપાય હતો. રામ મંદિર બનાવવાના ૩ જુદા-જુદા ઉપાયો હતા. એક જુદી-જુદી પાર્ટીઓ સાથે વાતચીત, બીજો અદાલત મારફતે અને ત્રીજો કાયદો ઘડવો તે.