National

એક દેશ એક ચૂંટણી : લોકસભા, વિધાનસભા ચૂંટણીઓ એક સાથે યોજવા માટેના પ્રસ્તાવને કાયદા પંચનું સમર્થન

Polling officers collect electronic voting machines(EVM) and polling materials before leaving for polling booth on the eve of second phase voting of Uttar Pradesh Nagar Palika Election 2017 UP, in Lucknow on Saturday. Express Photo by Vishal Srivastav. 25.11.2017. *** Local Caption *** Polling officers collect electronic voting machines(EVM) and polling materials before leaving for polling booth on the eve of second phase voting of Uttar Pradesh Nagar Palika Election 2017 UP, in Lucknow on Saturday. Express Photo by Vishal Srivastav. 25.11.2017.

(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૦
દેેશમાં એક દેશ એક ચૂંટણીની ચર્ચા વચ્ચે ગુરૂવારે કાયદા પંચે આ વિષયે પોતાનો રિપોર્ટ સરકારને સોંપી દીધો હતો. ૧૭૧ પાનાના રિપોર્ટમાં પંચે સ્પષ્ટતા કરી છે કે, એકસાથે ચૂંટણી કરાવવામા બંધારણીય કોઇ મુશ્કેલી નથી પણ આ પ્રક્રિયામાં કોઇપણ પ્રકારના નાગરિકોના અધિકારોનું ઉલ્લંઘન સાથે કોઇ સમાધાન ન થાય. કાયદા પંચે કહ્યું છે કે, સરકાર લોકસભા, વિધાનસભા ચૂંટણીઓ એક સાથ કરાવે તેમાં કોઇ વાંધો નથી પણ તેણે એ ધ્યાન રાખવું પડશે કે, લોકશાહીમાં નિષ્પક્ષ તથા સ્વતંત્ર ચૂંટણીની પરિભાષા દૂષિત ન થાય. કોઇપણ ભોગે આ માન્યતાને જાળવી રાખવી પડશે. મત આપવો અને ચૂંટણી લડવી એ બંધારણીય અધિકાર છે તેને જાળવી રાખવું પડશે. જો આ વાત બધા જાણતા હોય તો એકસાથે ચૂંટણી કરાવવામાં કોઇ વાંધો નથી. આયોગે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, આ પ્રક્રીયાથી બંધારણના માળખા પર કોઇ અસર નહીં પડે. લોકોમાં એવો ભ્રમ છે કે, જો આ પ્રક્રીયા થશે તો બંધારણીય માળખું ધ્વસ્ત થઇ જશે પણ તેવું નથી. સરકારે એ પણ નક્કી કરવું પડશે કે સંઘીય માળખુંં પહેલાની જેમ જ મજબૂત રહેવું જોઇએ. બંધારણની સાતમી કલમમાં ત્રણેય યાદીઓ કેન્દ્ર, રાજ્ય તથા સરખી યાદી પર અસર ન થાય. એક સાથે ચૂંટણી કરાવવા અંગે શું ફેરફાર કરવા પડે તે અંગે પંચે કહ્યું કે, આ અંગે ઘણા આરોપ પ્રતિઆરોપ લાગશે પણ એકવાર નિયમ બન્યા બાદ બધું આપોઆપ શાંત થઇ જશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    NationalPolitics

    કેજરીવાલને ૬ દિ’ના રિમાન્ડ, AAP દેશવ્યાપી વિરોધ કરશે

    કેજરીવાલની ધરપકડ સામે સુપ્રીમ…
    Read more
    NationalPolitics

    દિલ્હી લિકર પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂછપરછ પછી : અરવિંદ કેજરીવાલની ધરપકડ

    ED ના કેસમાં દિલ્હી હાઇકોર્ટ દ્વારા…
    Read more
    MuslimNational

    ઉત્તરપ્રદેશના બદાયુંમાં ૨ સગીરોની હત્યાના જઘન્ય કિસ્સાનેસાંપ્રદાયિક રંગ આપવામાં આવ્યો : મુસ્લિમોના વિરોધનું આહ્‌વાન

    રાજ્ય પોલીસ અને મૃતકના પરિવારજનો…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.