(એજન્સી) કોલંબો, તા.૩૦
શ્રીલંકામાં ઈસ્ટર બોંબ હુમલાની ઘટના પછી મુસ્લિમ મંત્રીઓએ રાજીનામાઓ આપ્યા હતા. એમણે ફરીથી સરકાર સાથે જોડાવાની જાહેરાત કરી હતી. અધિકારીએ જણાવ્યું કે પોલીસે એમને ત્રાસવાદીઓ સાથે નહીં. જોડાયા હોવાનું જણાવતા એમણે સરકાર સાથે જોડાવા નિર્ણય કર્યો છે. સ્થાનિક જેહાદી ગ્રુપ દ્વારા ર૧મી એપ્રિલે ત્રણ ચર્ચો ઉપર અને ત્રણ લકઝરી હોટલો ઉપર હુમલાઓ કરાયા હતા. જેમાં રપ૮ વ્યક્તિઓનાં મૃત્યુ થયા હતા. આ હુમલાથી જોડાયલ ૧૦૦ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હુમલા પછી બૌદ્ધ સાંસદે જૂન મહિનામાં માંગણી કરી હતી કે મુસ્લિમ સાંસદોએ બરતરફ કરવું જોઈએ. કારણ કે એમની સંડોવણી હોવાની શક્યતા છે. આ માંગણીના પગલે ૯ સાંસદો જેમાં કેટલાક કેબિનેટ મંત્રીઓ પણ હતા. એમણે રાજીનામાઓ આપ્યા હતા. મંત્રીઓ, રાજ્યકક્ષાના મંત્રીઓ અને નાયબ મંત્રી જેમણે રાજીનામાઓ આપ્યા હતા એમણે ગઈકાલે રાષ્ટ્રપતિની હાજરીમાં સોગંદ લીધા હતા. એમણે જણાવ્યું કે એ પોતાનો જૂના વિભાગો સ્વીકાર કરશે.