નવી દિલ્હી,તા.૧પ
ર૧માં કાયદા પંચનો ત્રણ વર્ષનો કાર્યકાળ ગયા વર્ષે ૩૧મી ઓગસ્ટે પૂર્ણ થયું હતું. કાયદા મંત્રાલયે હવે નવા કાયદા પંચના પુર્નગઠન માટે વિચારણા કરી છે અને ટૂંક સમયમાં એ બાબત નિર્ણય લેશે.
ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનાથી દેશમાં ન્યાય પંચ નથી, કાયદા પંચ સરકારને ગુંચવાયેલ કાયદાના મુદ્દાઓ બાબત સલાહ સૂચનો આપે છે.
ગયા વર્ષે કાયદા પંચનો કાર્યકાળ પૂર્ણ થયા પછી સરકાર લોકસભાની ચૂંટણીઓમાં લાગી ગઈ હતી જેથી એ બાબત કોઈ નિર્ણય લઈ શકાયો ન હતો. સૂત્રોએ જણાવ્યું કે સરકારે કહ્યું છે કે બે ત્રણ દિવસમાં કેબિનેટ સમક્ષ નવા પંચના ગઠન માટે પ્રસ્તાવ મુકાશે. જજ બી.એસ. ચૌહાનની અધ્યક્ષતાવાળા ર૧માં કાયદા પંચે સરકારને મહત્વના મુદ્દાઓ જેમાં લોકસભા વિધાનસભાની એક સાથે ચૂંટણીઓ અને સમાન નાગરિક ધારા જેવા વિષયો બાબત રિપોર્ટ આપી હતી. જો કે કાયદા પંચે એક સાથે ચૂંટણીઓનો સમર્થન કર્યો હતો પણ કહ્યું કે સમાન નાગરિક ધારા માટે હજુ સમય પાકયો નથી. મોટા ભાગે કાયદા પંચની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ અથવા હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશની હોય છે. ર૦૧પના વર્ષમાં વિચારણા કરાઈ હતી કે સંસદમાં કાયદો ઘડી કાયદા પંચને કાયમી સંસ્થામાં રૂપાંતરિત કરવામાં આવે પણ વડાપ્રધાન કચેરીએ જણાવ્યું હતું કે હાલની પ્રથા જ યોગ્ય છે જેથી વિચાર પડતો મુકાયો હતો. ર૦૧૦ના વર્ષમાં યુપીએ સરકારે પણ વિચાર્યું હતું, પણ વિચારણા આગળ વધી ન હતી.